નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ દેશભરમાં બહુ ઝડપથી પોતાના કસ્ટમર્સને વધારી દીધા છે. કંપનીઓ જિઓ ફોનને વર્ષ 2017માં લૉન્ચ કર્યો હતો, અને ત્યારબાદ રિલાયન્સ જિઓના સબ્સક્રાઇબર બેઝ ઝડપથી વધ્યો. 2019ના અંત સુધીમાં જિઓએ જિઓ ફોનના સબ્સક્રાઇર બેઝને 7 કરોડ સુધી પહોંડી દીધો. જો તમે જિઓ ફોન વાપરી રહ્યાં હોય તો જાણી લો, જિઓ ફોન યૂઝર્સને ઇન્ડસ્ટ્રીમાં સૌથી સસ્તો 75 રૂપિયાનો 4જી ટેરિફ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે.

પહેલા જિઓ 28 દિવસની વેલિડિટી વાળો પ્લાન 49 રૂપિયામાં જિઓ ફોન માટે ઓફર કરતી હતી, પરંતુ હવે કંપનીએ આનો ભાવ વધારી દીધો છે, અને હવે આ પ્લાનની કિંમત 75 રૂપિયા છે. હવે ઇન્ટરકનેક્ટ યૂઝર્સ ચાર્જને ખતમ થયા બાદ જિઓ ફોન યૂઝર્સને આ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળશે.

75 રૂપિયા વાળો જિઓ ફોન ટેરિફ પ્લાન....
જિઓ ફોન યૂઝર્સને હાલ ઓલ ઇન વન સેક્શન અંતર્ગત અનલિમીટેડ કૉમ્બો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. આની કિંમત 75 રૂપિયાથી શરૂ થઇને 185 રૂપિયા સુધીની છે. 75 રૂપિયા વાળા જિઓ ફોન ઓલ ઇન વન પ્લાનની વાત કરીઓ તો આની વેલિડિટી 28 દિવસની છે. આમાં દેશભરમાં કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ 100એમબી ડેટા દરરોજ અને 50 એસએમએસ ઓફર કરવામાં આવી રહ્યાં છે.