એ નવો સ્માર્ટફોન Redmi Note 9T માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોનને ચીનમાં ગત વર્ષ લોન્ચ થયેલા Redmi Note 9 5Gનું જ રીબ્રેન્ડેડ વર્જન માનવામાં આવે છે. 5000mAhની બેટરીવાળો આ ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 800U ચિપસેટ અને 4GB રેમથી સજ્જ છે.તો જાણીએ ફોનના અન્ય ફીચર્સ અને કિંમત વિશે
આ છે કિંમત
Redmi Note 9Tના 4 GB રેમ અને અને 64 GB સ્ટોરેજ વેરિએન્ટને 199 યૂરો એટલે કે, લગભગ 17,870 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 4 GB રેમ 128 GB ઇન્ટરનેશનલ સ્ટોરેજ વાળા વિરિએન્ટની કિમત 24,300 રૂપિયા નક્કી કરાઇ છે. આ ફોન 11 જાન્યુઆરીથી mi.com અને Amozon સહિત બીજા પ્લેટફોર્મ પર પણ અવેલેબલ રહેશે. ફોનમાં સર્ક્યુલર શૅપ રિઅર કેમેરા સેટઅપ હશે.
Redmi Note 9Tના સ્પેસિફિકેશન્સ
Redmi Note 9Tમાં 6.53 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. પ્રોટેક્શન માટે તેમાં ગોરિલ્લા ગ્લાસ 5 લગાવાયો છે. ફોનમાં એક યૂનિબોડી 3D કર્વ્ડ બેક ડિઝાઇન આપવામાં આવી છે. જે ફોન મીડિયા ટેક ડાઇમેન્ટીસિટી 800U ચિપસેટની ફેસેલિટી ધરાવે છે. પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ફોનની કિનારી પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.ફોન નાઇટફફોલ બ્લેક અને ડેબ્રેક પર્પલ કલર ઓપ્શન્સમાં અવેલેબલ છે.
Motorola One Fusion+ સામે મુકાબલો
Redmi Note 9T નો મુકાબલો One Fusion+ સાથે થઇ શકે છે. આ ફોનમાં પણ 6.5 ઇંચ ફુલ એચડી પ્લેસ ડિસ્પ્લે છે. પર્ફોમન્સ માટે આ ફોનમાં સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટ ફોન સ્ટોક એન્ડ્રોયડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેની કિંમત 16,999 રૂપિયે છે. આ ફોન Twilight બ્લૂ અને Moonlight વ્હાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.