Jioનો 129 રૂપિયા વાળો પ્લાન....
જિઓના આ પ્લાન ખુબ ફાયદાકારક છે, આ પ્લાન 129 રૂપિયાનો છે, આમાં 28 દિવસની વેલિડિટી અને 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળશે. આની સાથે 300 SMS અને જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ઓછો ડેટા વાપનારાઓ માટે બેસ્ટ છે.
Vodafone-Ideaનો 129 રૂપિયા વાળો પ્લાન....
વૉડાફોન-આઇડિયામાં પણ 129 રૂપિયા વાળો પ્લાન મળી રહ્યો છે. જોકે આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટીમાં જ મળી રહ્યો છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ, 300 SMS અને 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને કોઇપણ પ્રકારનુ સબ્સક્રિપ્શન નથી મળી રહ્યું છે.
Airtelનો 129 રૂપિયા વાળો પ્લાન.....
એરટેલનો આ પ્લાન તમને 24 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે. આમાં તમને 2GB ડેટા, અનલિમીટેડ કૉલિંગ અને 300 SMSની સુવિધા મળશે. આ પ્લાનમાં Amazon Primeનુ ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સ્ટ્રીમનુ સબ્સક્રિપ્શન અને વિન્ક મ્યૂઝિકની સુવિધા પણ મળે છે.