નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓએ હાલમાં લોકોની જરૂરિયાત અનુસાર પ્લાન્સ રજૂ કર્યા છે. એટલે કે જેની જેવી જરૂરત તેવા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. આ રિપોર્ટમાં અમે તમને Jio, Airtel  અને Vodafoneના ઓછા ડેટાવાળા ઇન્ટરનેટ ડેટા પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે ફાયદાકાલક સાબિત થઈ શકે છે.


Jioનો 1જીબી ડેટાવાળો પ્લાન

આ પ્લાનમાં રોજ 1જીબી ડેટા મળેછે, જિઓના આ પ્લાનની કિંમત 149 રૂપિયા છે. આ પ્લાન 24 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 24જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં જીઓ ટૂ જીઓ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. ઉપરાંત અન્ય નેટવર્કના નંબર પર કોલ કરવા માટે 300 નોન જિઓ મિનિટ પ્લાનમાં મળે છે. ઉપરાં રોજ 100 એસએમએસની સુવિધા પણ મળે છે. ઉપરાંત આ પ્લાનમાં જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.

Airtel 1જીબી ડેટાવાળો પ્લાન

રોજ 1જીબી ડેટા આપનાર એરટેલનો આ પ્લાન હાલમાં લોકપ્રિય છે, તેની કિંમત 219 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. કુલ મળીને આ પ્લાનમાં 28 જીબી ડેટા મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં રોજ 100 એસેમએસ પણ મળે છે. દેશભરમાં કોઈપણ નંબર પર ફ્રીમાં કોલિંગ કરવાનો લાભ આ પ્લાનમાં આપવામાં આવે છે. ઓફર્સની વાત કરીએ તો આ પ્લાનમાં Airtel Xstream અને ZEE5 પ્રીમિયમનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.

Vodafone 1જીબી ડેટાવાળો પ્લાન

આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે, તેમાં રોજ 1જીબી ડેટા મળે છે. અને કુલ મળીને 24 જીબી ડેટા મળે છે. આ પ્લાનની કિંમત 199 રૂપિયા છે. આ પ્લાનમાં કોઈપણ નંબર પર ફ્રી કોલિંગની સુવિધા પણ મળે છે. તેમાં રોજ 100 એસએમેસનો લાભ પણ મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં Vodafone પ્લે અને ZEE5નું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. અહીં પર Jio, Airtel અને Vodafoneના આ ત્રણેય પ્લાન્સમાં સૌથી બેસ્ટ પ્લાન જિઓનો જ છે કારણ કે આ સસ્તો છે અને તેમાં ઓફર્સ પણ વધારે છે.