Vodafoneનો 84 દિવસની વેલિડિટીનો પ્લાન
84 દિવસની વેલિડિટીની સાથે વોડાફોનનો ખાસ પ્લાન આ માર્કેટમાં ઉપલબ્ધ છે જેની કિંમત 699 રૂપિયા છે. વોડાફોનના આ પ્લાનને ડબલ ડેટા ઓફર નામ આપવામાં આવ્યું. છે. આ પ્લાન અનુસાર વોડાફોનના પ્રીપેડ ગ્રાહકો 2+2 એટલે કે 4 જીબી ડેટા દરરોજ મળશે. તેની સાથે જ કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ ફ્રી મળી રહ્યા છે. આ પ્લાનની સાથે ઝી5નું સબ્ક્રિપ્શન પણ ફ્રીમાં મળી રહ્યું છે.
Airtelનો 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન
Airtelની પાસે પણ હાલમાં 84 દિવસની વેલિડિટીવાળો એક ખાસ પ્લાન છે જેની કિંમત 598 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા મળશે. એટલું જ નહીં આ પ્લાન રોજ 100 એસએમએસ ફ્રી કરી શકાય છે. જ્યારે કોલિંગની વાત કરીએ તો Airtelના આ પ્લાનની સાથે દેશના કોઈપણ નંબર પર અનલિમિટેડ વોયસ કોલની સુવિધા મળી રહી છે.
Jioનો 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન
Jioના 599 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યા છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકો માટે આ પ્લાનમાં Jio નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જ્યારે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળી જાય છે. ઉપરાંત આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે. સાથે જ Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.