Solar Panel Installation Tips: સોલર એનર્જી સિસ્ટમ લગાવવાનો આ સૌથી યોગ્ય સમય છે. સરકાર આના પર સબસિડી આપી રહી છે અને કોમ્પિટિશન વધવાને કારણે માર્કેટમાં વેરાયટી અને ઓપ્શન બંને વધારે થઈ ગયા છે. આ સિવાય સોલર પેનલનો વધતો ઉપયોગ તેની ઉપયોગિતાની પણ ગેરંટી આપી રહ્યો છે. હવે જો સોલર એનર્જી સિસ્ટમ લગાવવા માટે સૌથી યોગ્ય ઋતુની વાત કરીએ, તો તમારે ઉનાળાની શરૂઆત પસંદ કરવી જોઈએ. આજે અમે તમને જણાવીશું કે કેમ ઉનાળાની શરૂઆતની ઋતુ પેનલ લગાવવા માટે સૌથી બેસ્ટ છે અને આ સીઝનમાં પેનલ લગાવવાના ફાયદા શું થશે.

Continues below advertisement

 

Continues below advertisement

ક્યારે લગાવવી જોઈએ સોલર સિસ્ટમ?

તમે તમારી જરૂરિયાત અને અનુકૂળતા મુજબ સોલર પેનલ ગમે ત્યારે લગાવી શકો છો, પરંતુ ઉનાળાની ઋતુમાં તેને લગાવવાના કેટલાક ખાસ ફાયદા છે. જો માર્ચ-એપ્રીલ મહિનામાં સોલર સિસ્ટમ લગાવવામાં આવે છે, તો તે સમયે દિવસો મોટા થઈ રહ્યા હોય છે અને તડકો પણ તેજ હોય છે. તેનો સીધો ફાયદો એ થાય છે કે વધારે સનલાઈટ મળવાને કારણે સોલર પેનલ વધુ વીજળી બનાવશે. લાંબા દિવસ અને કોઈપણ અવરોધ વગર આવતા તડકાને કારણે સોલર એનર્જી સિસ્ટમની પરફોર્મન્સ તેની પીક પર રહેશે.

આ પણ વાંચો...iPhone 16 ના ભાવ ધડામ! આ સેલમાં મળી રહ્યો છે સૌથી સસ્તો મોબાઈલ, જોજો મોકો ચૂકી ન જતા

બચતની વધારે તક

ઉનાળાની ઋતુમાં વીજળીનો વપરાશ વધુ થાય છે. શિયાળામાં કુલર, પંખા, ફ્રિજ અને ACની વધારે જરૂર નથી હોતી, તેથી વીજળીનો વપરાશ ઓછો થાય છે. ઉનાળો આવતા જ આ બધાની જરૂર પડે છે અને વીજળીનું બિલ આસમાને પહોંચી જાય છે. આથી, જો તમે ઉનાળાની શરૂઆતમાં જ પેનલ લગાવી લો છો, તો હજારો રૂપિયાનું વીજળી બિલ બચાવી શકાય છે. આ સાથે જ તમે નેટ મીટરિંગનો પણ પૂરો ફાયદો ઉઠાવી શકશો. ઉનાળામાં જ્યારે સોલર પાવરનું પ્રોડક્શન વધારે હશે, ત્યારે તમે ગ્રીડમાં વધુ વીજળી મોકલી શકશો, જેનાથી આખા વર્ષ માટે બહેતર બેલેન્સ બની જશે.

સબસિડીનો ફાયદો ઉઠાવવાનો મર્યાદિત સમય જ બાકી

હાલમાં સરકાર સોલર પેનલ સિસ્ટમ લગાવવા પર સબસિડી આપી રહી છે. જો તમે અત્યારે આ સિસ્ટમ લગાવો છો, તો 78,000 રૂપિયા સુધીની સબસિડી મેળવી શકો છો. તેથી વધુ વિલંબ ન કરતા અત્યારે જ આ સબસિડીનો ફાયદો ઉઠાવી લો.

સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યાની જરૂર પડે છે?

એક અંદાજ મુજબ જો તમે 3kW ની સિસ્ટમ લગાવી રહ્યા છો, તો લગભગ 300 સ્ક્વેર ફીટ એરિયાની જરૂર પડશે. આ એરિયા એવો હોવો જોઈએ જ્યાં દિવસ દરમિયાન છાંયો ન રહેતો હોય. જો તમે નાની સિસ્ટમ લગાવવા માંગો છો, તો 1kW ની સિસ્ટમ લગાવવા માટે 100 સ્ક્વેર ફીટ જગ્યા જોઈએ. આ જ રીતે જો તમને વધુ વીજળીની જરૂર હોય અને તમે 5kW ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો છો, તો લગભગ 500 સ્ક્વેર ફીટ જગ્યાની જરૂર પડશે.