નવી દિલ્હીઃ રિયલમી કંપનીનો Realme C15 સ્માર્ટફોન ભારતમાં પહેલાથી અવેલબલ છે. ભારત આ ફોનને કંપનીએ બે વર્ષ પહેલા એટલે કે ઓગસ્ટ 2018માં લૉન્ચ કરી દીધો હતો. ખાસ વાત છેકે આ એક બજેટ ફોન છે, અને સસ્તી કિંમતે હાઇ ફિચર્સ ફોનમાં અવેલેબલ છે.


Realme C15ના ફિચર્સની વાત કરીએ તો..
આ ફોનમાં 6000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, સાથે આમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ઉપરાંત 6.5 ઇંચની ડિસ્પ્લે સાથે ફોનમાં 720 x 1560 પિક્સલ રિઝૉલ્યૂશન છે. સાથે કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસનુ પ્રૉટેક્શન છે.

રિયલમી સી15માં કંપનીએ ઓક્ટાકૉર 2.3 GHzનુ પ્રૉસેસર આપ્યુ છે. ફોન એન્ડ્રોઇડ 10 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ ફોન મરીન બ્લૂ અને સિગુલ સિલ્વર કલર વેરિએન્ટમાં અવેલેબલ છે.



Realme C15ની કિંમત....
ખાસ વાત છે કે આ બજેટ ફોન ભારતમાં 9999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં અવેલેબલ છે.