લિક્વિડ કૂલિંગ ફિચર્સ વાળો હશે ફોન
રાહુલે જણાવ્યુ કે 6જીબી રેમ ઉપરાંત Micromax In સીરીઝમાં ફોનમાં લિક્વિડ કૂલિંગ અને હાઇ રિફ્રેશ રેટ જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે. Micromax In નૉટ 1ની સાથે એક બેક કવર પણ આપી રહી છે. કંપની આ નૉટ 1 સ્માર્ટફોન ખરીદી ચૂકેલા કસ્ટમર્સ સુધી પણ આ બેક કવર પહોંચાડશે.
રિટેલર્સની પાસે પણ મળશે. Micromax In નૉટ 1
Micromax In ઇન નૉટ 1 અત્યારે ફ્લિપકાર્ટ અને માઇક્રોમેક્સની વેબસાઇટ પર જ અવેલેબલ છે. વળી કંપની જલ્દી જ ઇન સીરીઝ ફોન્સને ઓફલાઇન રિટેલર્સની પાસે પણ અવેલેબલ કરાવશે.
ઇન નૉટ 1 વાઇડવાઇન એલ3 સપોર્ટની સાથે આવે છે. આ ઉપરાંત ફોનમાં રેનબો સીરી-01 પ્રો ગ્લાસ પ્રૉટેક્શન પણ આપવામાં આવ્યુ છે. ફોનની બેક પેનલની સમસ્યા પર રાહુલ શર્માએ જવાબ આપ્યો એક નાના લૉટના યૂનિટમાં બેક પેનલ સાથે જોડાયેલી સમસ્યા દેખાઇ હતી, જેને ઝડપથી ઠીક કરી દેવામાં આવી છે.