નવી દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોન માર્કેટ ખુબ વધી રહ્યું છે. માર્કેટમાં જુદીજુદી કંપનીઓ બજેટ યૂઝર્સને ધ્યાનમાં રાખીને પોતાના નવા ફોન લૉન્ચ કરી રહી છે. આ લિસ્ટમાં 4G ટેકનોલૉજી વાળા ફોન પણ સામેલ છે. જો તમે 4G ટેકનોલૉજી વાળો સસ્તો ફોન ખરીદવા માંગતા હોયો તો અમે તમને અહીં કેટલાક બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છે. આ કડીમાં તમને માર્કેટમાં અવેલેબલ બેસ્ટ કંપનીઓના 2 હજારથી 5 હજાર રૂપિયાના બેસ્ટ 4G ફોન મળી જશે. જાણો કયા કયા 4G ફોન તમને મળી રહ્યાં છે સસ્તાંમાં.....


1- જિઓ ફોન 2
આ સસ્તા ફોનમાં 4G VoLTEની સુવિધા છે, જિઓના આ ફોનની કિંમત 3000 રૂપિયા છે, આ ફોનમાં કેટલાય ખાસ ફિચર્સ અવેલેબલ છે. આમા બેટરી, રેમ અને સ્ટૉરેજની બેસ્ટ સુવિધા છે.

2- માઇક્રોમેક્સ ભારત 1
4G VoLTEની ફેસિલીટી વાળો આ ભારતનો બીજો ફોન છે, માઇક્રોમેક્સનો આ સસ્તો ફોન તમને 4G ફિચર સાથે મળી રહ્યો છે. આની કિંમત 2200 રૂપિયાથી શરૂ થાય છે.

3- ઇન્ટેક્સ ટર્બો પ્લસ
સૌથી સસ્તો ફોન છે 4G VoLTE માટે ઇન્ટેક્સ ટર્બો પ્લસ. ફોનનની કિંમત માત્ર 2 હજાર રૂપિયા છે. આમાં પર બેટરી, સ્ટૉરેજ, રેમની બેસ્ટ ફેસિલિટી છે.

4- આઇસ્માર્ટ i1
આ ફોન પર 4G VoLTE ફિચર સાથે આવે છે, આમાં 2જીબી રેમ અને 6 ઇંચની સ્ક્રીન છે. આ ફોન લગભગ ચાર હજાર રૂપિયાની આસપાસ આવે છે.

5- લાવા કનેક્ટ M1
લગભગ 3500 રૂપિયામાં મળનારો આ લાવા કંપનીનો ફોન 4G કનેક્ટિવિટી સાથે મળી રહ્યો છે. આમાં પણ 2.4 ઇંચની સ્ક્રીન, 4જીબી રેમ, કેમેરા, બેસ્ટ બેટરી આપવામાં આવી છે.