નવી દિલ્હીઃ આજના ઇન્ટરનેટના જમાનામાં દરેક યૂઝર્સને કોઇને કોઇ કામ માટે ઇમેઇલનો ઉપયોગ કરવો જ પડે છે, પછી તે ભલે ઓફિસ વર્ક હોય કે પર્સનલ વર્ક હોય, કે પછી ધંધા માટે કોઇ કામ હોય. આજે ઇમેલનો ઉપયોગ વધ્યો છે અને તેની સાથે સાથે સમસ્યાઓ પણ વધી છે. આમાં એક મોટી સમસ્યા છે અણગમતા મેઇલ. 

Continues below advertisement

ઘણીવાર આપણે મેઇલ બૉક્સ ઓપન કરીએ ત્યારે કેટલાય નકામા અને વણજોઇતા મેઇલ આવીને પડ્યા હોય છે, આવા મેઇલે ડિલીટ મારે દેવા પડે છે અને તેના માટે સમય પણ બગડે છે. આવા મેઈલ વળી સ્પામ પણ હોતા નથી, કેમ કે આપણે ક્યારેક અજાણતા તેને સબસ્ક્રાઈબ કરી દીધા હોય છે. પરંતુ એક વખત કોઈ સર્વિસમાં આપણું મેઈલ આઈડી આપ્યું હોય એના ઈ-મેઈલ આપણને સતત આવ્યા જ કરે તો શું કરવું?

જો તમે આવા કોઇ મેઇલની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો અહીં છે તેના માટે એક આસાના પ્રૉસેસ છે, જેને ફોલો કરવાથી સમસ્યાનુ સમાધાન થઇ જશે........ 

Continues below advertisement

આવા મેઈલ રોકવા માટે સૌથી સહેલો ઉપાય અનસબસ્ક્રાઈબ કરવાનો છે.

જે મેઈલ નિમયિત આવે છે, પણ તમારે તેનો ઉપયોગ નથી એ ઓપન કરોતેમાં મેઈલના એડ્રેસ સાથે જ અનસબસ્ક્રાઈબ શબ્દ અન્ડરલાઈન કરેલો હશે.તેના પર ક્લિક કરો એટલે કદાચ અનસબસ્ક્રાઈબ કરવાનું કારણ પૂછશે. કારણ સિલેક્ટ કર્યા પછી એ મેઈલ અનસબસ્ક્રાઈબ થશે અને આપણા મેઈલમાં આવતા બંધ થશે.જો મેઈલ આઈડી સાથે અનસબસ્ક્રાઈબ ઓપ્શન ન મળે તો મેઈલ પુરો થાય ત્યાં નીચેના ભાગમાં એ ઓપ્શન આપેલો હશે. ત્યાંથી પણ અનસબસ્ક્રાઈબ કરી શકાશે.આ ઉપરાંત મેઈલ ખોલતાંની સાથે જમણી તરફ 3 ડોટ્સ દેખાશે. તેના પર ક્લિક કરવાથી મેનુ ખુલશે. એ મેનુંમાં બ્લોકનો પણ વિકલ્પ હશે. જે-તે મેઈલને કાયમી ધોરણે બ્લોક પણ કરી શકાય છે.

આ પણ વાંચો............. 

રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી

Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે

મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ

ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે

નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું