વૉટ્સએપ વીડિયો કૉલ રેકોર્ડ કરવાની આસાન ટ્રિક.....
એન્ડ્રોઇડ યૂઝર્સ આ રીતે રેકોર્ડ કરો....
- જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરો છો તો કૉલ રેકોર્ડ કરવા માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે.
- તમે તમારા ફોનમાં cube call recorder કે કોઇ બીજી એપ પણ ડાઉનલૉડ કરી શકો છો.
- હવે એપને ઓપન કરો, અને વૉટ્સએપ પર જાઓ, હવે તમારે જે કૉલ રેકોર્ડ કરવો હોય તે વ્યક્તિને કૉલ કરો.
- જો તમારી એપમાં ક્યૂબ કૉલ વિઝેટ દેખાય તો સમજી લો કે તમારો કૉલ રેકોર્ડ થઇ રહ્યો છે.
- જો કોઇ કારણોસર ફોનમાં error દેખાય તો તમારે ફરીથી એપને ડાઉનલૉડ કરવી પડશે.
- હવે એપના સેટિંગમાં જાઓ અહીં વૉઇસ કૉલમાં force voice પર ક્લિક કરો.
આઇફોન યૂઝર્સ આ રીતે રેકોર્ડ કરો...
- જો તમે આઇફોન યૂઝર્સ છો તો તમે Macની હેલ્પથી કૉલ રેકોર્ડ કરી શકો છો.
- આ માટે તમારા આઇફોનને લાઇટનિંગ કેબલ દ્વારા Mac સાથે કનેક્ટ કરવો પડશે.
- હવે ફોનમાં લખેલુ આવશે ટ્રસ્ટ ધીશ કૉમ્પ્યુટર તમારે આના પર ક્લિક કરવાનુ છે.
- મેકથી પહેલીવાર ફોનને કનેક્ટ કરી રહ્યો છો તો તમારે quick time ઓપ્શન પર જવુ પડશે.
- હવે તમારે અહીં ફાઇલ સેક્શનમાં ન્યૂ ઓડિયો રેકોર્ડિંગનો ઓપ્શન મળશે, અહીં રેકોર્ડ બટન પર ક્લિક કરી દો.
- હવે આખી પ્રૉસેસ બાદ ક્વિકટાઇમ રેકોર્ડ બટનને દબાવો, અને વૉટ્સએપ કૉલ કરો.
- જેવો તમારો કૉલ કનેક્ટ થશે યૂઝર આઇકૉનને એડ કરી દો. હવે તમારો ફોન રિસીવ થતાંજ રેકોર્ડિંગ શરૂ થઇ જશે.