આપણામાંથી કેટલાક લોકો એવા છે જેને વૉટ્સએપના આ ફિચર વિશે કંઇજ ખબર નથી. વૉટ્સએપમાં અર્કાઇવ ચેટ્સ ફિચરની મદદથી તમે વૉટ્સએપ પર પોતાની ચેટને હાઇડ કરી શકો છો. આમાં તમે સિંગલ ચેટ અને ગૃપ ચેટ બન્નેને અર્કાઇવ કરી શકો છો.
આ રીતે કરો ચેટ હાઇડ.....
સિક્રેટ ચેટ હાઇડ કરવા માટે વૉટ્સએપ ખોલો
હવે તમારે જે પણ ચેટને છુપાવવી છે તેના પર લૉન્ગ પ્રેસ કરીને રાખો
લૉન્ગ પ્રેસ કરીને રાખ્યા બાદ ઉપરની બાજુએ તમારે અર્કાઇવનો ઓપ્શન દેખાશે
હવે તમારે અર્કાઇવના ઓપ્શનને સિલેક્ટ કરવાનુ છે
અર્કાઇવના ઓપ્શનને સિલેક્ટ કરવાથી તમારી ચેટ છુપાઇ જશે
આ રીતે પાછી લાવી શકો છો ચેટ
ચેટ પાછી લાવવા માટે વૉટ્સએપ ખોલો
આ પછી ચેટ સ્ક્રીનમાં સ્ક્રૉલ કરીને સૌથી નીચે જાઓ
નીચે તમારે અર્કાઇવ્ડનો ઓપ્શન દેખાશે, આના પર ટેપ કરો
અર્કાઇવ્ડ પર લૉન્ગ પ્રેસ કરીને રાખો અને અનઅર્કાઇવ આઇકૉન પર ટેપ કરો
આ રીતે તમે હાઇડ કરીને છુપાવેલી ચેટને પાછી લાવી શકો છો