નવી દિલ્હીઃ દેશની ત્રણ ટૉપની ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, વૉડાફોન અને એરટેલ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન લઇને આવી રહી છે. આ કંપનીઓ યૂઝર્સ માટે સ્પેશ્યલ પ્લાન લઇને આવી છે, જેમાં યૂઝર્સને દરરોજ ડેટાની સાથે ફ્રી કૉલિંગ અને એસએમએસ મળે છે.
જિઓએ આ કડીમા 329 રૂપિયાની એક પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં કંપની 6જીબી ડેટાની સાથે કેટલીય ઓફરો આપી રહી છે.
જિઓનો 329 રૂપિયા વાળો પ્લાન
રિલાયન્સ જિઓનો આ અફોર્ડેબલ પ્લાન છે. જિઓના 329 રૂપિયા વાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે કુલ 6 જીબી ડેટા આવી રહ્યો છે. આ ડેટા કોઇપણ જાતની ડેલી લિમીટ વિના આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત જિયો ટૂ જિઓ અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. વળી, બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 3000 નૉન જિઓ મિનીટ્સ મળે છે. આ ઉપરાંત 1000 એસએમએસ અને જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે.
Vodafone અને Airtel પણ આપી રહી છે ઓફર
રિલાયન્સ જિઓની જેમ વૉડાફોન અને એરટેલ પણ આ રીતના પ્લાન લઇને આવ્યુ છે. જોકે આ કંપનીઓના પ્લાનની કિંમત થોડી વધારે છે. વૉડાફોન અને એરટેલ આ પ્લાન આ પ્લાન 379 રૂપિયામાં આપી રહી છે. પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ, 6જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.