જ્યારે તમે એપલની ઓફિશિયલ વેબસાઇટ પર જશો અને આઇફોન 12ને ખરીદીશો તો, તમને દેખાશે કે તમે જુના આઇફોન એક્સઆર માટે એપલ ટ્રેડ-ઇનની સાથે 22 હજાર રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ છે. જેનાથી આઇફોન 12ની કિંમત 47900 રૂપિયા થઇ ગઇ છે. આઇફોન 11 128જીબી મૉડલ પર 34000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ છે.
જો તમારી પાસે એચડીએફસી ક્રેડિટ/ડેબિટ કાર્ડ છે, તો આ ડીલ એકદમ સસ્તી બની શકે છે. આઇફોન 12 અને આઇફોન 12 પ્રૉ ખરીદવા પર 6000 રૂપિયા અને 5000 રૂપિયાનુ કેશબેક પણ મળી રહ્યું છે. બેન્ક છૂટ અને ટ્રેડ-ઇન બાદ નવો આઇફોન 12 કે આઇફોન 12 પ્રૉને 39900 રૂપિયા અને 80900 રૂપિયામાં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે આઇફોન 5એસ સુધી આ જુના મોબાઇલ પર ટ્રેડ-ઇન ઓપ્શન ડીલ કામ કરશે.
આ મોબાઇલ્સ પર મળી રહ્યું છે ટ્રેડ-ઇન ડીલની ઓફર....
આઇફોન 11 પ્રૉ મેક્સ – 63,000 રૂપિયા
આઇફોન 11 પ્રો – 60,000 રૂપિયા
આઇફોન 11 – 37,000 રૂપિયા
આઇફોન એક્સએસ મેક્સ – 35,000 રૂપિયા
આઇફોન એક્સએસ – 34,000 રૂપિયા
આઇફોન એક્સઆર – 24,000 રૂપિયા
આઇફોન એક્સ – 28,000 રૂપિયા
આઇફોન 8 પ્લસ – 21,000 રૂપિયા
આઇફોન 8 – 17,000 રૂપિયા
આઇફોન 7 પ્લસ – 17,000 રૂપિયા
આઇફોન 7 – 12,000 રૂપિયા
આઇફોન 6એસ પ્લસ – 9,000 રૂપિયા
આઇફોન 6એસ – 8,000 રૂપિયા
આઇફોન 6 પ્લસ – 8,000 રૂપિયા
આઇફોન 6 – 6,000 રૂપિયા
આઇફોન એસઇ (ફર્સ્ટ જનરેશન) – 5,000 રૂપિયા
આઇફોન 5એસ – 3,000 રૂપિયા