નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સોનીના Sony Xperia 10 II ફોનને લઇને નવા રિપોર્ટ સામે આવ્યા છે. રિપોર્ટ છે કે કંપની પોતાનો આ ફોન બહુ જલ્દી લૉન્ચ કરી શકે છે. આ વાત ચીની ટિપ્સ્ટરમાં કરવામાં આવી છે. ટિપ્સ્ટરમાં આ ડિવાઇસને ફ્યૂટર રેડી 5જીની જેમ કહેવાયો છે. જોકે બીજી બાજુ બીજા ચીની ટિપ્સ્ટરમાં કહેવાયુ છે કે એક્સપીરિયા ડિવાઇસીસને હવે ફ્યૂટર રેડી 5G નેટવર્ક લૉન્ચ કરવામાં નહીં આવે. ચીની ટિપ્સ્ટર કેબુલેએ માહિતી શેર કરતા કહ્યું છે કે Sony Xperia 10 II Plus કે 10 Plus IIને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.

Xperia 10 II ફોનમાં નૉન રિમૂવેબલ Li-Po 3600 mAh બેટરી છે. આની સાથે 6.0 ઇંચની ડિસ્પ્લે અને કૉર્નિગ ગોરિલ્લા ગ્લાસ 6નુ કવર પણ છે. ફોનમાં Qualcomm SDM665 Snapdragon 665 પ્રૉસેસર છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, મીન્ટ ગ્રીન અને બેરી બ્લૂ કલર વેરિએન્ટમાં આવશે.

ઉલ્લેખનીય છે કે સોનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક્સપીરિયા સીરીઝના ફોનને લૉન્ચ કર્યા હતા. હવે તેના અપગ્રેડેડ વર્ઝનને લાવાવાની તૈયારી કરી રહી છે. લીક રિપોર્ટ પ્રમાણે સોની હાઇ પરફોર્મન્સ પ્રૉસેસર અને બેટરી વાળો ફોન લૉન્ચ કરશે. આનુ નામ Sony Xperia 10 II હોઇ શ છે.