નવી દિલ્હીઃ Boatએ ભારતમાં એક નવી વ્યાજબી ટૂ વાયરલેસ ઇયરબડ્સ (True Wireless Earbuds) લૉન્ચ કર્યા છે. ઓડિયો સેગમેન્ટમાં ટૉપ બ્રાન્ડમાં એક બૉટે Boat Airdopes 175 TWSને માર્કેટમાં ઉતાર્યુ છે. જેની કિંમત પણ ખુબ ઓછી રાખવામાં આવી છે. Boat ના આ ઇયરબડ્સ અમેઝોન પર આ અઠવાડિયાના અંત સુધીમાં ઉપલબ્ધ થશે. આ Boat TWSના કેટલાક અઠવાડિયા પહેલા Amazon પર લિસ્ટ કરવામાં આવ્યુ હતુ.
માનવામાં આવી રહ્યું છે કે Boat Airdopes 175 TWS, 35 કલાક સુધીની બેટરી લાઇફ અને 10mm ડ્રાઇવર સેટઅપની સાથે આવે છે, બડ્સ કૉલ માટે 4 માઇક્રોફોન, ફાસ્ટ ચાર્જિંગ માટે ટાઇપ સી પોર્ટની સાથે આવે છે. અહીં Airdopes 175 વિશે બધુ જ બતાવવામાં આવ્યુ છે.
Boat Airdopes 175 ની કિંમત -
Boat Airdopes 175 ની કિંમત 1,699 રૂપિયા છે અને આ બડ્સ 27 મેથી અમેઝોન પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. કલર ઓપ્શનની વાત કરીએ તો Airdopes 175 રેડ, બ્લૂ, વ્હાઇટ અને બ્લેક કલરમાં મળશે.
બૉટ એરડૉપ્સ 175ની ખાસિયત-
આ Airdopes 175 પાવર્ડ 10mm ડ્રાઇવર સેટઅપ સાથે આવે છે, જે બેલેન્સ ઇમર્સિવ સાઉન્ડ આપવા માટે જાનદાર હોય છે. અંદરની બાજુએ ક્લિયર ઓડિયો કૉલ માટે ક્વૉડ માઇક સેટઅપની સાથે આવે છે. આ સ્ટેમ ડિઝાઇનની સાથે ઇનઇયર સ્ટાઇલ બડ્સ છે. વાયરલેસની સાથે સાથે સ્ટેબલ કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.2 છે.
TWSની બેટરી લાઇફની વાત કરીએ તો Airdopes 175 TWS ને એકવાર ચાર્જ કરવા પર 35 કલાક સુધી ચાલે છે એવો દાવો કરવામાં આવે છે. બડ્સ એકવાર ચાર્જ કરવા પર 8 કલાક સુધી અને કેસની સાથે એક્સ્ટ્રા 27 કલાક સુધી ચાલી શકે છે. ઇયરબડ્સમાં ચાર્જિંગ માટે કેસ યુએસબી ટાઇપ સી પોર્ટની સાથે આવે છે.
આ પણ વાંચો.........
કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો
સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં