Instagram 1 Minute Music Feature: ફોટો વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામે (Instagram) રીલ્સ માટે એક નવુ પ્લેટફોર્મ '1 મિનીટ મ્યૂઝિક' (1 Minute Music) ટ્રેકની જાહેરાત કરી છે, જે હાલમાં માત્ર ઇન્ડિયન્સ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. કંપનીએ કહ્યું કે, નવુ પ્લેટફોર્મ રીલ અને સ્ટૉરીજ (Instagram Reels And Stories) પર યૂઝ માટે મ્યૂઝિક ટ્રેક અને વીડિયોનો એક સેટ રજૂ કરશે અને આમાં દેશભરના 200 કલાકારોનુ સંગીત સામેલ છે. ઇન્સ્ટાગ્રામે (Instagram) ગુરુવારે પોતાનુ નવુ ફિચર રિલીઝ કરી દીધુ છે. જાણો શું છે આ અને કઇ રીતે કરશો ઉપયોગ...... 


શું છે 1 મિનીટ મ્યૂઝિક ટ્રેકનો ફાયદો ?
એક રિપોર્ટ અનુસાર ઇન્સ્ટાગ્રામના નિદેશકે કહ્યું કે, મ્યૂઝિક Instagram પર લોભાવવા માટેનુ એક સારો રસ્તો છે. રીલ્સ લોકો માટે મ્યૂઝિક અને આર્ટિસ્ટને ડિસકવર કરવાનુ મંચ બની રહ્યું છે. '1 Minute Music'ની સાથે હવે લોકોને ટ્રેકના એક ખાસ સેટ સુધી રિચ આપી રહ્યું છે, જેનો ઉપયોગ તે પોતાની રીલ્સને વધુ મનોરંજક બનાવવા માટે કરી શકે છે. અમે એ પણ આશા રાખી શકીએ છીએ કે આ પ્લેટફોર્મ ઉભરતા કલાકારો માટે પોતાના ખુદના મ્યૂઝિક શેર કરવા અને પોતાના ખુદના વીડિયો બનાવવા માટે એક મૉડલ તરીકે કામ કરશે. કંપનીનુ કહેવુ છે કે રીલ એક ગ્રૉઇન્ગ ગ્લૉબલ સ્ટૉજ છે, જ્યાં આર્ટિસ્ટ અને મ્યૂઝિકની શોધ કરવામાં આવી રહી છે.  


લૉન્ચ બાદથી જ આર્ટિસ્ટ આનો ઉપયોગ પોતાના મ્યૂઝિકને લૉન્ચ કરવા અને બીજાઓની સાથે શેર કરવા માટે કરી રહ્યાં છે, જે બદલામાં પ્લેટફોર્મ પર કેટલાય ટ્રેન્ડ્સને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આને વધુ પ્રોત્સાહન આપવા માટે અને બીજાને પણ પોતાની પ્રતિભા બતાવવા વધુ પ્રેરિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ હવે '1 Minute Music' પ્રૉપર્ટી રિલીઝ કરી રહ્યું છે. રીલ્સની ઓડિયો ગેલેરીમાં ઉપયોગ કરવા માટે '1 મિનીટ કા મ્યૂઝિક' લોકો માટે ઉપલબ્ધ હશે.


આ પણ વાંચો.........


LPG Subsidy: તમને LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળી છે કે કેમ તે તપાસવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે


અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો


સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં


IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?