નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં જુદીજુદી ટેલિકૉમ કંપનીઓના ઢગલાબંધ રિચાર્જ અવેલેબલ છે. સસ્તાં રિચાર્જના નામે ટેલિકૉમ કંપનીઓ પાસે પ્લાનની એક લાંબી લાઇન છે. પરંતુ કિંમતના મામલામાં સરકારી કંપની બીએસએનએલ (BSNL)ને જિઓ, એરટેલ કે વૉડાફોન-આઇડિયામાંથી કોઇપણ ટક્કર નથી આપી શકતુ. જો તમે સસ્તુ અને બેસ્ટ રિચાર્જ મેળવવા માંગતા હોય તો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ....


અહીં અમે તમને બીએસએનએલના એક એવા પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ, જે 110 રૂપિયાથી ઓછામાં તમને 50 દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે. માત્ર વેલિડિટી જ નહીં, આ પ્લાનમાં તમને ડેટા અને કૉલિંગની પણ સુવિધા મળવાની છે. પ્લાનની કિંમત ₹107 છે. આ પ્લાન તે લોકો માટે ખાસ છે જે ઓછી કિંમતમાં પોતાનો નંબર ચાલુ રાખવા માંગે છે. 


BSNLનુ 107 રૂપિયાનુ રિચાર્જ  - 
બીએસએનએલએ ₹107 ના રિચાર્જને પોતાની વેબસાઇટ પર પ્લાન એક્સટેન્શન (Plan Extension)ની કેટેગરીમાં રાખ્યો છે. આ રિચાર્જમાં તમને 50 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ઇન્ટરનેટ માટે આમાં 3GB ડેટા અને કલિંગ માટે 200 મિનીટ મળે છે. આ ઉપરાંત 50 દિવસ માટે બીએસએનએલ ટ્યૂન્સની સુવિધા પણ મફતમાં મળશે. 


Jioના કયા પ્લાન સાથે થશે ટક્કર -
જો રિલાયન્સ જિઓની વાત કરીએ તો તેની પાસે આ કિંમતમાં 155 રૂપિયાનો પ્લાન અવેલેબલ છે. આ પ્લાનમાં માત્ર 28 દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેટા મળે છે. આમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 300 SMS આપવામાં આવે છે, સાથે જ તમને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. 


આ પણ વાંચો......... 


Health tips: મખાના ખાવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, સ્વાસ્થ્યને થશે અનેક લાભ


India vs England: ઇગ્લેન્ડ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીને થયો કોરોના


US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ


Horoscope Today 26 June 2022: મિથુન, સિંહ, મકર, અને કુંભ, રાશિ ધરાવતાં લોકો ન કરે આ કામ, જાણો આપની રાશિનું રાશિફળ


Gujarat Riots:તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી


Health Tips: ડાયેટમાં આજે જ સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક