નવી દિલ્હીઃ ઇગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયા કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. ટીમના કેપ્ટન રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શનિવારે કરવામાં આવેલા રેપિડ એન્ટીજન ટેસ્ટમાં રોહિત શર્માનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીસીસીઆઇએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.






બીસીસીઆઇએ લખ્યું હતું કે શનિવારે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT)માં કેપ્ટન રોહિત શર્માનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તાજેતરમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે.


રોહિત શર્મા લેસ્ટરશાયર સામે ચાલી રહેલી ભારતીય ટીમની પ્રેક્ટિસ મેચમાં સામેલ હતો, પરંતુ રમતના ત્રીજા દિવસે ભારતની બીજી ઇનિંગમાં રોહિત બેટિંગ કરવા આવ્યો નહોતો. રોહિત મેચના શરૂઆતના દિવસે પ્રથમ દાવમાં ઓપનિંગ કરવા આવ્યો હતો અને 25 રન બનાવ્યા હતા.


રોહિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું


રોહિત શર્માએ ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચમાં ભારતનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતો. રોહિતે ચાર ટેસ્ટ મેચોમાં 52.27ની એવરેજથી 368 રન બનાવ્યા હતા, જેમાં ઓવલ ખાતેની સદીનો સમાવેશ થાય છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. જો ભારત એજબેસ્ટન ટેસ્ટ ઓછામાં ઓછી ડ્રો કરે છે, તો તે સીરિઝ પર કબજો કરી લેશે. પાંચમી ટેસ્ટ મેચ 1 થી 5 જૂલાઈ દરમિયાન રમાશે.


 


Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત


Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો


Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો


SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે