નવી દિલ્હીઃ લૉકડાઉનના સમયે ટેલિકૉમ કંપનીઓ અવનવા પ્લાન રિલીઝ કરી રહ્યાં છે, ત્યારે આ લિસ્ટમાં ભારત સંચાર નિગર લિમિટેડ એટલે કે બીએસએનએલે પોતાના ગ્રાહકો માટે એક ખાસ અને શાનદાર ઓફર લૉન્ચ કરી છે.
બીએસએનએલ 2399 રૂપિયામાં 600 દિવસની વેલિડિટીનો પ્લાન લઇને આવી હતી, હવે કંપની માત્ર 2 રૂપિયામાં પ્લાનની વેલિડિટી ત્રણ દિવસ વધારવાની ઓફર લઇને આવી છે.
બીએસએનએલે પોતાની વેલિડિટી એક્સ્ટેન્શન પ્લાનમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી વેલિડિટી વધારવા માટે કંપની ગ્રાહકોની પાસે ગ્રેસ પીરિયડનો અંતિમ દિવસ 19 રૂપિયા કાપીને વધારતી હતી. વળી આ પ્લાનની વેલિડિટી ખતમ થવા પર બીએસએનએલ માત્ર બે રૂપિયામાં ત્રણ દિવસની વેલિડિટી વધારશે.
આ પ્લાનમાં યૂઝરને માત્ર બે રૂપિયામાં ત્રણ દિવસ સુધી પ્લાનની વેલિડિટી વધારી શકાય છે. આ બે રૂપિયા યૂઝરના એકાઉન્ટ બેલેન્સમાંથી કાપવામાં આવશે. કંપની યૂઝરના ગ્રેસ પીરિયડના પહેલા દિવસે બે રૂપિયાની ફી લેશે, પ્લાનમાં ત્રણ દિવસની વેલિડિટી વધારવા ઉપરાંત કોઇ બીજો લાભ નહીં આપવામાં આવે.
કંપની હાલ આને તામિલનાડુ માટે રિલીઝ કર્યો છે પણ કંપનીનું કહેવુ છે કે આ પ્લાન દેશમાં દરેક જગ્યાએ અવેલેબલ થશે. દેશભરમાં તમામ બીએસએનએલ યૂઝર્સ આ આકર્ષક પ્લાનનો લાભ ઉઠાવી શકશે. આ પ્લાનમાં એવા યૂઝર્સને વધુ ફાયદો થશે જે બીએસએનએલને બીજા નંબર માટે યૂઝ કરે છે.
માત્રિ બે રૂપિયામાં BSNLએ લૉન્ચ કરી ખાસ ઓફર, જાણી લો શું છે......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2020 12:58 PM (IST)
બીએસએનએલ 2399 રૂપિયામાં 600 દિવસની વેલિડિટીનો પ્લાન લઇને આવી હતી, હવે કંપની માત્ર 2 રૂપિયામાં પ્લાનની વેલિડિટી ત્રણ દિવસ વધારવાની ઓફર લઇને આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -