નવી દિલ્હીઃ પોતોના ગ્રાહકોને આકર્ષવા માટે ટેલિકોમ કંપનીઓ અવારનવાર નવા નવા પ્લાન્સ અને ઓફર્સ લઈને આવતી રહે છે. નાના રિચાર્જ પ્લાનથી લઈને આખા વર્ષના બેસ્ટ પ્લાન હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. અહીં અમે તમારા માટે 100 રૂપિયાથી ઓછી કિંમતવાળા બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.


Airtelનો 100 રૂપિયાથી ઓછી કિંમતનો બેસ્ટ પ્લાન

Airtel પાસે સૌથી સસ્તો 19 રૂપિયાનો પ્લાન છે જેમાં કોીપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે 200 એમબી ડેટા પણ મળે છે, આ પ્લાનની વેલિડિટી 2 દિવસની છે. ઉપરાંત 79 રૂપિયાવાળા સ્માર્ટ રિચાર્જમાં આ ઉપરાંત કંપનીના 49 રૂપિયાવાળા પ્લાનમાં 38.52 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં 100એમબી ડેટા મળે છે.

રિલાયન્સ Jioનો 100 રૂપિયાછી ઓછી કિંમતનો પ્લાન

Jioના 21 રૂપિયાવાળા પ્લાનમા 2જીબી ડેટા અને જિઓથી નોન જિઓ નેટવર્ક પર કોલ કરવા માટે 200 મિનિટ્સ મળે છે. ઉપરાંત જિઓના 51 રૂપિયાવાળા ડેટા વાઉચરમાં 6 જીબી ડેટા અને નોન જિઓ કોલિંગ માટે 500 મિનિટ્સ મળે છે. ઉપરાંત જિઓના 75 રૂપિયાવાળા પ્લાનમાં 3 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. ઉપરાંત તેમાં રોજ 500 એસએમએસ પ્રી મળે છે. આ પ્લાનમાં જિઓ નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 500 મિનિટ મળે છે.

Vodafoneનો 100 રૂપિયાથી ઓછી કિંમતા પ્લાન

વોડાફોન આઈડિયાનો 19 રૂપિયાવાળો પ્લાન માત્ર 2 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં 200 એમબી ડેટા મળે છે. ઉપરાંત તેમાં વોડાફોન પ્લે અને ઝી5નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. ઉપરાંત વોડાફોન આઈડિયાની પાસે 49 રૂપિયાનો સૌથી સસ્તા મહિનાનો પ્લાન પણ છે, તેમાં 38 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. ઉપરાંત આ પ્લાનમાં 100 એમબી ઇન્ટરનેટ ડેટા પણ મળે છે.

બધી કંપનીઓ પોત પોતાના પ્લાન્સમાં કંઈને કંઇક એક્સ્ટ્રા લાભ આપતી રહે છે. પરંતુ તમારે એ જોવાનું છે કે કઈ કંપનીનું નેટવર્ક તમારે ત્યાં બેસ્ટ છે. એવામાં જે પણ કંપનીનું નેટવર્ક સારું હોય તેની જ પસંદગી કરો.