નવી દિલ્હીઃ સ્માર્ટફોનના માર્કેટમાં ઝડપથી તેજી આવી રહી છે. લોકોની જરૂરિયાત પ્રમાણે ટેકનોલૉજી અને લેટેસ્ટ ફિચર્સ સાથે માર્કેટમાં નવા નવા ફોન લૉન્ચ થઇ રહ્યાં છે. હાલ 5G સ્માર્ટફોનની બોલબાલા વધી રહી છે. કંપનીઓ પણ 5G નેટવર્ક સાથે 5G સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. જો તમે એક સારો 5G ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો અહીં તમને બેસ્ટ ઓપ્શન બતાવવામાં આવી રહ્યાં છે. આ ફોનની કિંમત 20 હજાર રૂપિયાની આસપાસ છે......


Moto G 5G-
તમે મોટોરોલાનો આ શાનદાર 5G ફોન આસાનીથી ખરીદી શકો છો. આ ફોનમાં તમને 6જીબી રેમ અને 128 જીબીનુ સ્ટૉરેજ મળશે. સ્ટૉરેજને તમે માઇક્રોએસડી કાર્ડથી 1 ટીબી સુધી વધારી શકો છો. ફોનમાં 6.67 ઇંચની ફૂલ HD+ LCD IPS HDR10 મેક્સ વિઝન ડિસ્પ્લે મળશે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750જીનુ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. જે એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે. ફોનમાં પાવરફૂલ 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં તમને ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો સેન્સર સેકન્ડરી કેમેરા, ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આની 20,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Vivo V20 Pro-
29,990 રૂપિયામાં વીવોનો આ સ્માર્ટફોન તમને આસાનીથી મળી જશે. આ ફોનને સિંગલ વેરિએન્ટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટૉરેજની સાથે આવે છે. આમાં 6.44 ઇંચની ફૂલ HD+ અમોલેડ ડિસ્પ્લે મળશે. આ ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765G પ્રૉસેસર અને એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. આમાં પણ ત્રિપલ રિયર કેમેરા અને 4000 mAhની બેટરી આપવામાં આવી છે. આમાં પ્રાઇમરી કેમેરા 64 મેગાપિક્સલ, બીજો કેમેરો 8 મેગાપિક્સલ, ત્રીજો 2 મેગાપિક્સલનો સેન્સર કેમેરો અને ફ્રન્ટ માટે ડ્યૂલ સેન્સર આપવામાં આવ્યુ છે. જેમાં પહેલુ સેન્સર 44 મેગાપિક્સલ અને બીજો સેન્સર 8 મેગાપિક્સલનો છે.

Xiaomi Mi 10T Pro-
જો તમારુ બજેટ 40 હજાર સુધીનુ છે, તો શ્યાઓમીને આ ફોન બેસ્ટ છે. આ 5G સ્માર્ટફોન છે. આની કિંમત 39,999 રૂપિયા છે. આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા મળશે. જેમાં પ્રાઇમરી સેન્સર 108 મેગાપિક્સલ, બીજુ સેન્સર 13 મેગાપિક્સલ, ત્રીજો કેમેરો 5 મેગાપિક્સલ, સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો અલ્ટ્રા ક્લિયર સેન્સર આપવામાં આવ્યુ છે. ફોનમાં 8જીબી રેમ અને 128 જીબીનુ સ્ટૉરેજ મળશે. આ સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ફૂલ HD+ LCD ડૉટ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર છે, જે એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે.