આ એપલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે જરૂરી જાણકારી છે. વાસ્તવમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એક મહત્વપૂર્ણ વોનિંગ જાહેર કરી છે.

CERT-In ના રિસર્ચરે એપલ ડિવાઇસની અંદર અનેક સુરક્ષા સંબંધિત ઘણી નબળાઈઓ શોધી કાઢી છે. આનો ઉપયોગ કરીને સાયબર સ્કેમર્સ તમારા ડિવાઇસને હેક કરી શકે છે. આ પછી તેઓ ડેટા ચોરી શકે છે અથવા હેન્ડસેટનો સંપૂર્ણ નિયંત્રણ લઈ શકે છે.

સુરક્ષા હેતુઓ માટે તમારા ડિવાઇસને અપડેટ કરો

CERT-In વતી માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સ તેમના ડિવાઇસને તાત્કાલિક અપડેટ કરવા જોઈએ. આ ખામીઓ જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં જોવા મળી છે. CERT-In એ જણાવ્યું હતું કે તેણે સુરક્ષા સંબંધિત કેટલીક નબળાઈઓ શોધી કાઢી છે, જેનો ઉપયોગ સાયબર સ્કેમર્સ તમને છેતરવા માટે કરી શકે છે.

OSમાં સ્પોર્ટ કરાઇ ખતરનાક નબળાઈઓ

CERT-In દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે આ Vulnerabilities કોઈપણ ડિવાઇસને જોખમમાં મૂકી શકે છે, પછી ભલે તે વ્યક્તિનું હોય કે સંસ્થાનું. iOS, MacOS, Safari અને અન્ય જૂના Apple પ્લેટફોર્મનો ઉપયોગ કરતા યુઝર્સને સાયબર હુમલાખોરોનો ખતરો છે.

સલામતી માટે એપલ યુઝર્સ શું કરવું જોઈએ?

CERT-In એ બધા એપલ ડિવાઇસ યુઝર્સને તેમના ડિવાઇસને લેટેસ્ટ OS અથવા સુરક્ષા અપડેટ્સ સાથે અપડેટ કરવા કહ્યું છે. આવી સ્થિતિમાં યુઝર્સ તેમના iPhone, iPad, Apple TV, Mac અને Apple Vision Pro ને સુરક્ષિત રાખી શકે છે.

એપલે આખરે ભારતમાં તેનું AI ફિચર લૉન્ચ કર્યું છે. iPhone, iPad અને Mac યૂઝર્સ આજથી એટલે કે 1 એપ્રિલથી Apple Intelligence મેળવવાનું શરૂ કરશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 16 સીરીઝના લૉન્ચ દરમિયાન Apple એ વચન આપ્યું હતું કે આગામી અપડેટ સાથે Apple Intelligence રૉલઆઉટ કરવામાં આવશે. જોકે, આ માટે યૂઝર્સને લગભગ 6 મહિના રાહ જોવી પડી.

એપલના SVP માર્કેટિંગ ગ્રેગ જોસ્વિયાકે તેમના સત્તાવાર X હેન્ડલ પરથી નવીનતમ AI સુવિધાની જાહેરાત કરી છે. ટિમ કૂકે એપલ ઇન્ટેલિજન્સ ફિચરની જાહેરાત કરતી તેમની પોસ્ટમાં અનેક ભાષાઓમાં તેનું સ્વાગત કર્યું છે. એપલનું આ AI ટૂલ યૂઝર્સને iPhone, iPad અને Mac માં સૂચનાઓ અને લેખન સાધનોને પ્રાથમિકતા આપવામાં મદદ કરશે. એપલ ઇન્ટેલિજન્સ ટૂંક સમયમાં વધુ ભાષાઓને સપોર્ટ કરશે