નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં સ્માર્ટફોન યૂઝર્સ હંમેશા બજેટ રેન્જ સેગમેન્ટમાં ફોન ખરીદે છે. જો તમે પણ બજેટ રેન્જમાં બેસ્ટ સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો અહીં પાંચ હાઇટેક સ્માર્ટફોન બતાવવામાં આવ્યા છે જેના ફિચર્સ દમદાર છે. ભારતમાં કેટલાક ફોન એવા છે જે તમને 10 હજારથી ઓછી કિંમતમાં બેસ્ટ ઓફર્સ સાથે અવેલેબલ થઇ શકે છે. Samsung Galaxy M01s સેમસંગનો આ ફોન લૉ બજેટ રેન્જમાં અવેલેબલ છે. હાલ આ ફોનની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફોન હાલ 9,999 રૂપિયામાં મળી રહ્યો છે, પરંતુ ઓફરની સાથે તમે આને 9,499માં ખરીદી શકો છો. Samsung Galaxy M01 Core સેમસંગનો બીજો એક આ ફોન પણ સસ્તો છે. ફોનની કિંમત 5,999 રૂપિયા છે, જોકે હવે ડિસ્કાઉન્ટ બાદ તમે આને 5,499 રૂપિયામાં ખરીદી શકો છો. Poco M2 Pro પોકોનો આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે સેલ થઇ રહ્યો છે. કંપની આના પર 3 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે. ફોનની કિંમત 16,999 રૂપિયા છે પરંતુ હવે ડિસ્કાઉન્ટ સાથે આને 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે. Realme 6 રિયલમીના આ લેટેસ્ટ ટેકનલૉજી વાળો ફોનની કિંમત 17,999 રૂપિયા છે, પરંતુ ઓફર અને ડિસ્કાઉન્ટ બાદ આને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ