Voice Note on Whatsapp Status: વૉટ્સએપ (Whatsapp) સમય સમયે પર પોતાના યૂઝર્સને કંઇકને કંઇક નવુ આપતુ રહે છે. આ કડીમાં હવે વૉટ્સએપ એક એવું ફિચર લઇને આવી રહ્યું છે જેના વિશે તમને જાણીને ખુશી થશે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિચરમાં યૂઝર્સ પોતાના વૉટ્સએપ સ્ટેટસ પર હવે ફોટો તથા વીડિયોની સાથે સાથે ઓડિયો નૉટ પણ શેર કરી શકશે. 


આ રીતે કામ કરશે Whatsappનુ નવુ ફિચર - 
નવા અપડેટ બાદ યૂઝર્સ જ્યારે કોઇપણ વૉટ્સએપ સ્ટેટસ લગાવશે, તો તેના પર યૂઝર્સ તસવીરો અને વીડિયો ઉપરાંત વૉઇસ નૉટનો પણ ઉપયોગ કરી શકશે. WABetainfoએ પોતાના રિપોર્ટ્સમાં એક સ્ક્રીનશૉટ દ્વારા આની ડિટેલમાં જાણકારી આપી છે, સાથે જ રિપોર્ટમાં એ પણ કહેવાયુ છે કે આ ફિચર કઇ રીતે કામ કરશે. અપડેટ બાદ સ્ટેટસ ટેબમાં ઓડિયો નૉટનો ઉપયોગ કરી શકાશે. જેને પણ સાંભળી શકશે. આ ઓડિયો સ્ટેટસ પણ વૉટ્સએપના એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શનની જેમ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ ફિચર પર હજુ કામ ચાલી રહ્યું છે, આના વિશે હજુ સુધી કોઇ જાણકારી નથી આવી, કે આ ક્યાં સુધી કયા ડિવાઇસીસમાં રિલીઝ કરવામા આવશે. 


આ ઉપરાંત બીજુ ફિચર પણ આવી રહ્યું છે - 


WhatsApp Companion Mode Feature -  
વૉટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેનુ નામ છે WhatsApp Companion Mode, આ નવુ ફિચર તમને એકથી વધુ ડિવાઇસની વચ્ચે ચેટ હિસ્ટ્રીને સિન્ક્રૉનાઇઝ કરવાની સુવિધા આપશે. વૉટ્સએપ યૂઝર્સ માટે ટેલિગ્રામની જેમ એકથી વધુ ડિવાઇસમાં એપને યૂઝ કરવાની સુવિધા આપી રહ્યું છે. 


WABetaInfoથી મળેલી માહિતી અનુસાર, વૉટ્સએપ એન્ડ્રોઇડ વર્ઝન2.22.15.13ના બીટા વર્ઝન પર કમ્પેનિયન મૉડને પૉપ-અપ ઇન્ડિકેટર તરીકે જોવામાં આવ્યુ છે. WABetaInfo દ્વારા શેર કરવામા આવેલા સ્ક્રીનશૉટમાં વૉટ્સએપને કનેક્ટેડ ડિવાઇસની સાથે ચેટ હિસ્ટ્રીને સિન્ક કરતા દેખાડવામાં આવ્યુ છે. 


WhatsApp Companion Mode ના ફાયદા -  
વૉટ્સએપનો ઉપયોગ તમામ લોકો કરે છે, લગભગ દરેક વ્યક્તિ વૉટ્સએપ પર ચેટ કરે છે કે કામ કરે છે. યૂઝર્સ દિવસ ભર અલગ અલગ ડિવાઇસથી ઇન્ટરેક્ટ કરે છે. એટલા માટે વૉટ્સએપ માટે દરેક પ્રકારના ડિવાઇસને સપોર્ટ કરવુ જરૂરી છે. હાલમાં જો તમે કોઇ એકાઉન્ટનો ઉપયોગ તમારા ફોન ઉપકરાંત બીજા કોઇ અન્ય ફોનમાં કરવા માંગો છો, તો તે સંભવ નથી. વૉટ્સએપ (WhatsApp) નૉટિફિકેશન આપે છે, અને તમે માત્ર એક ફોનમાં જ વૉટ્સએપ ચલાવી શકો છો. પરંતુ આગામી સમયમાં કમ્પેનિય મૉડ આ સમસ્યાનુ સમાધાન કરશે અને તમે એક સાથે બે ફોનમાં એક જ વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશો. આ નવા ફિચરથી ચેટ હિસ્ટ્રી (Chat history) પણ સિન્ક કરી શકાશે.