નવી દિલ્હીઃ કોરોનાને માત આપવા માટે દુનિયાભરના દેશો પ્રયત્નો કરી રહ્યાં છે. ભારત સરકાર તરફથી દર્દીઓને ટ્રેસ કરવા માટે આરોગ્ય સેતુ એપ લૉન્ચ કરવામાં આવી છે. હવે આ લિસ્ટમાં દુનિયાની બે દિગ્ગજ ટેક કંપનીઓ સામેલ થઇ છે.


એપલ અને ગૂગલ સાથે મળીને કોરોનાને હરાવવા માટે એક ખાસ એપ બનાવી રહી છે. આ એપની મદદથી કૉન્ટેક્ટ ટ્રેસ કરીને કૉવિડ-19 સામે લડવા મદદ મળશે.

મોબાઇલ કંપની એપલ અને સર્ચ એન્જિન ગૂગલે મળીને કોરોના દર્દીઓના કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટે એક એપ બનાવી રહ્યાં છે. આ એપની પહેલી તસવીર પણ લીક થઇ છે. ગૂગલ અને એપલનો દાવો છે કે આ એપ્લિકેશનથી કોરોના દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોની ઓળખ આસાનીથી થશે, આ એપ બ્લૂટૂથ સિગ્નલથી કામ કરશે.



એપલ અને ગૂગલે યૂઝર્સની પ્રાઇવસીને સિક્યૉર રાખવા માટે એપીઆઇને અપડેટ કરવાની પણ જાહેરાત થઇ છે. બન્ને કંપનીઓનું કહેવુ છે કે આ એપની પ્રાઇવસી એકદમ મજબૂત છે. આ પહેલા એપીઆઇ ફ્રેમવર્કને પહેલીવાર 10મી એપ્રિલે રિલીઝ કરવામાં આવી હતી.

બન્ને કંપનીઓ પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે બ્લૂટુથ સંબંધી મેટાડેટાને એન્ક્રિપ્ટ કરી રહી છે, કેમકે આ કોઇપણ વ્યક્તિને ઓળખવા અને યૂઝ કરવામાં વધુ મુશ્કેલ બનાવી દે છે. આના ધ્યાનમાં રાખીને પર્સનલ ડેટાને એન્ક્રિપ્ટ કરવામાં આવ્યા છે.