નવી દિલ્હીઃ વૉટ્સએપે એક ખાસ ફિચર અપડેટ કર્યુ છે, જેથી હવે દરેક યૂઝર્સ નકલી કે ફેક ન્યૂઝને જાણી શકશે. આ સાથે યૂઝર્સ હવે 70થી વધુ દેશોના ફેક્ટ ચેક સાથે જોડાઇ ગયા છે.


પૉયન્ટર ઇન્સ્ટીટ્યૂટના ઇન્ટરનેશનલ ફેક્ટ-ચેકિંગ નેટવર્ક (IFCN)ની સાથે ફેસબુકના સ્વામિત્વવાળી કંપની WhtsAppએ ભાગીદારી કરી છે. IFCNએ વૉટ્સએપ પર પોતાનુ ચેટબૉટ લૉન્ચ કર્યુ છે.



આ ફિચર કઇ રીતે કરે છે કામ
ચેટબૉટના નંબર +1 (727) 2912606 છે. પહેલા આ નંબરને તમારા કૉન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવો પડશે. ચેટબૉટ શરૂ કરવા માટે 'હાય' શબ્દ લખીને મોકલો. IFCNનું આ ચેટબૉટ અત્યાર સુધી માત્ર અંગ્રેજી ભાષાઓમાં જ અવેલેબલ હતુ. જોકે કંપની આને જલ્દી હિન્દી, સ્પેનિશ અને પોર્ટુગલી સહિત અન્ય ભાષાઓમાં પણ અપડેટ કરી શકે છે.

ચેટબૉટની મદદથી યૂઝર્સ ફેક્ટને ચે કરી શકે છે, સાથે કોરોના વાયરસ સાંથે જોડાયેલી ન્યૂઝ વિશે પણ માહિતી મેળવી શકે છે. આ સિસ્ટમ યૂઝર્સના ઓળખ કન્ટ્રી કૉડના આધારે કરે છે.