નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા કંપની ફે્સબુક ઘણા સમયથી મેસેન્જર માટે ડાર્ક મૉડનું ટેસ્ટિંગ કરી રહ્યાં હતું, હવે તે લગભગ બધા યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. જોકે આ હજુ મેસેન્જર પર નથી આવ્યુ. આને કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.


[gallery ids="379551"]

ફેસબુક મેસેન્જરમાં ડાર્ક મૉડ એક ઇમૉજી સેન્ડ કરીને એનેબલ કરી શકાય છે. આ ડાર્ક મૉડ એન્ડ્રોઇડ અને iOS બન્ને માટે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડેવલપર કૉન્ફરન્સ દરમિયાન ફેસબુકના મેસેન્જરમાં ડાર્ક મૉડ આવપાનો વાયદો કર્યો હતો.

ડાર્ક મૉડ આ રીતે કરો એક્ટિવેટ....
--- તમારા ફોનમાં ફેસબુક મેસેન્જર ઓપન કરો.
--- કોઇપણ ચેટમાં moon/crescent ઇમૉજી સેન્ડ કરો.
--- ઇમૉજી પર કન્ટીન્યૂ ટેપ કરો.
--- તમને મેસેન્જરના ટૉપમાં ડાર્ક મૉડ એનેબલ કરવાનો ઓપ્શન મળશે. ‘You Found Dark Mode’નું નૉટિફિકેશન મળશે.
--- અહીંથી મેસેન્જર ખુદ ડાર્ક મૉડમાં ચાલ્યુ જશે.
--- હવે મેસેન્જરમાં પોતાની તસવીર પર ક્લિક કરીને મેઇન મેન્યૂમાં તમને ડાર્ક મૉડ એનેબલ અને ડિસેબલ કરવાનો ઓપ્શન મળશે.