Flipkart Festive Season Mobile Sale 2022: દેશમાં ફેસ્ટિવલ સિઝન (Festive Season)ની શરૂઆત થઇ ચૂકી છે. દિવાળી (Diwali) પણ આવી છે, આવામાં ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ (E-Commerce Site Flipkart) પર દિવાળી સેલ (Diwali Sale) ચાલી રહ્યો છે. ફ્લિપકાર્ટ પોતાના કસ્ટમર્સ માટે iPhones પર જબરદસ્ત સેલ લઇને આવ્યુ છે. આ સેલનો લાભ તમે 16 ઓક્ટોબર, 2022 સુધી ઉઠાવી શકો છો. આમાં કેટલીય પ્રૉડક્ટ્સ પર બમ્પર છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટની ઓફિશિયલ સાઇટ પર ઇલેક્ટ્રૉનિક્સ આઇટમો (Electronics Items) પર 80 ટકા છૂટ આપવામાં આવી રહી છે. જુઓ iPhones પર કેટલી મળી રહી છે છૂટ.. 


iPhonesના આ મૉડલ્સ પર બમ્પર છૂટ - 
ઉલ્લેખનીય છે કે ફ્લિપકાર્ટ તરફથી ચાલુ ગયા સેલમાં આઇફોન પર છૂટ ના ઉઠાવી શક્યો હોય તો તમારા માટે એકવાર ફરીથી સસ્તામાં આઇફોન ખરીદવાનો બેસ્ટ મોકો મળી રહ્યો છે. Flipkart Diwali Saleમાં તમે iPhone 13ને સસ્તામાં એટલે કે 60 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. iPhone 13ને ફ્લિપકાર્ટ પરથી તમે 59,990 રૂપિયામાં ખરીદી શકો છો. (iPhone 13 on Discount) આને તમે તેનાથી પણ ઓછી કિંમત એટલેકે બેન્ક ઓફર્સની સાથે ખરીદી શકો છો. આ ઉપરાંત તમે એક્સચેન્જ ઓફરનો પણ લાભ ઉઠાવી શકો છો. 


જુઓ દિવાળી સેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ..... 
કંપની પોતાના આ સ્માર્ટફોનમાં Apple A15 Bionic ચિપસેટનો ઉપયોગ કર્યો છે. આ ચિપસેટ તમને આઇફોન 14માં પણ મળશે. આ ઉપરાંત iPhone 12 Mini પર પણ તમે છૂટનો ફાયદો ઉઠાવી શકો છો. (iPhone 12 on Discount) ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં તમે આ ફોનને 33,740 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત Apple iPhone 11ને તમે સસ્તાંમા ખરીદી શકો છો. આને ઇ-કૉમર્સ વેબસાઇટ પર 35,990 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, જેને બેન્ક ઓફર્સ કે એક્સચેન્જની સાથે સસ્તાંમાં ખરીદી શકો છો. 


Apple iPhone 13 ની વિશિષ્ટતાઓ


આ iPhone મોડલમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે. A15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે કરવામાં આવ્યો છે. કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, ફોનની પાછળની પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેન્સર, 12 મેગાપિક્સલનો વાઈડ-એંગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ લેન્સ છે. સેલ્ફી પ્રેમીઓ માટે, કંપનીએ ફોનના આગળના ભાગમાં 12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ કેમેરા સિસ્ટમ આપ્યો છે. ફોન Appleના ઇન-હાઉસ iOS 15 પર ચાલે છે.