નવી દિલ્હી: ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના અનુસાર, ભારતમાં સ્માર્ટફોન બજારમાં પહેલા ક્વાર્ટરમાં 34 મિલિયન સ્માર્ટફોનનું વેચાણ થયું છે. ભારતીય સ્માર્ટફોન બજાર દર વર્ષે 11.5 ટકા વૃદ્ધિ કરી રહ્યું છે. આ વૃદ્ધિ સતત ત્રીજા ક્વાર્ટરમાં પણ યથાવત છે. 


આ ક્વાર્ટર દરમિયાન સ્માર્ટફોન નિર્માતાઓએ અલગ-અલગ સેગમેન્ટમાં નવા ફોન લોન્ચ કર્યા છે. આ દરમિયાન કંપનીઓ પ્રમોશન પર ખૂબ જ વધારે જોર આપી રહી છે. જેની સીધી અસર યૂઝર્સ પર જોવા મળી રહી છે. 


બ્રાન્ડ્સ પોતાના ફોનની પહોંચને વધારવામાં માટે માઈક્રોફાઈનેન્સિંગ યોજનાઓનો સહારો લે છે. એટલે કે, હવે ગ્રાહકન પૈસા વગર ફોન ખરીદવો સરળ બની ગયો છે. ફોન ખરીદવા માટે તેમને તાત્કાલિક લોન મળી જાય છે. ઘણી એવી નાની કંપનીઓ છે જે આ પ્રકારની નાની નાની લોન આપે છે. 
 
માર્કેટમાં ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ડિસ્કાઉન્ટ સાથે ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવે છે. મોટાભાગના લોકો ડિસ્કાઉન્ટની લાલચને કારણે લોન પર પણ ફોન ખરીદવા માટે તૈયાર થઈ જાય છે.


આ રિપોર્ટથી ખબર પડે છે છે કે યૂઝર્સ એન્ટ્રી લેવલ સેગમેન્ટ 100 ડૉલર (8,000 થી 12,000 હજાર) ના સ્માર્ટફોન ખરીદવામાં કોઈ ખાસ રસ દાખવતા નથી.  આ સેગમેન્ટ આ જ કારણ છે કે વાર્ષિક ધોરણે 14% ઘટીને 15% થઈ ગયું છે. પરંતુ નોંધનીય છે કે Xiaomi એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં પ્રથમ સ્થાને છે. જ્યારે બીજા સ્થાને પોકો અને ત્રીજા સ્થાને આઈટેલ જેવી સ્માર્ટફોન કંપનીઓ છે.


મોટા પ્રમાણમાં  લોકો US$200 એટલે કે 15,000 થી રૂ. 20,000ની રેન્જમાં આવતા ફોન ખરીદી રહ્યા છે, જેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે. સેગમેન્ટમાં વર્ષ દર વર્ષ 22%નો વધારો થયો, જે એક વર્ષ અગાઉ 44% થી વધીને 48% થયો છે. Vivo, Xiaomi અને Samsung મુખ્યત્વે આ સેગમેન્ટમાં સૌથી વધુ ફોન વેચતી કંપનીઓમાં સામેલ છે.


આ ત્રણેય સેગમેન્ટમાં 53 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, $200 થી $400 (20,000 થી 40,000 હજાર) સેગમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી છે. ગ્રાહકોએ સેગમેન્ટમાં આવતા ફોન ખરીદ્યા છે. Oppo અને Realme જેવી કંપનીઓ આ સેગમેન્ટમાં સૌથી વધુ ફાળો ધરાવે છે. તેમની પાસે 30 ટકાથી વધુ બજાર હિસ્સો છે.


મિડ પ્રીમિયમ સેગમેન્ટનો અર્થ એવો થાય છે કે જે રૂ. 30,000 થી રૂ. 60,000 વચ્ચે આવે છે. વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સેગમેન્ટનું નેતૃત્વ ચીની કંપની OnePlus કરે છે, જ્યારે Vivo અને Oppo તેના પછી આવે છે. સુપર પ્રીમિયમ સેગમેન્ટમાં આવતા ફોનના વેચાણમાં વધારો થયો છે. વેચાણની આ ટકાવારી 7 ટકાથી વધીને 9 ટકા થઈ છે.


iPhone14/15/14 Plus/15 Plus કુલ શિપમેન્ટમાં સૌથી વધુ ખરીદવામાં આવ્યા છે. તેનો હિસ્સો 69 ટકા છે, જ્યારે સેમસંગ આગળ આવે છે. તેમાં Galaxy S24/S24 Ultra/S23/S24+ છે. તેનો હિસ્સો 32 ટકા છે. પહેલા ક્વાર્ટરમાં 23 મિલિયન 5G સ્માર્ટફોન મોકલવામાં આવ્યા હતા. જ્યારે 5G સ્માર્ટફોનની શિપમેન્ટ 46% હતી. પરંતુ આ વખતે તે 69 ટકા સુધી પહોંચી ગયો છે. તેમાં Redmi 13C, Vivoના T2x, Samsung Galaxy A15, Vivoના Y28 અને Apple iPhone 14નો 46 ટકા હિસ્સો સામેલ છે.