નવી દિલ્હીઃ ભારત, અમેરિકા અને યૂરોપ સહિત વિશ્વના અનેક દેશમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લગભગ 1 કલાક સુધી ડાઉન રહ્યાના અહેવાલ છે. આ દરમિયાન કેટલાક યૂઝર્સ ફેસબુક એકાઉન્ટ ઓપન ન કરી શક્યા, તો કેટલાને લાઈક અને કોમેન્ટ કરવામાં મુશ્કેલી આવી. જ્યારે ઇનસ્ટાગ્રામ પર પણ યૂઝર્સ તવસીર અપલોડ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.


માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર યૂઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે જેમાં કંપની તરફથી એક નોટિફિકેશન લખેલું જોવા મળી રહ્યું છે કે મેઈન્ટેનન્સને કારણે ફેસબુક ડાઉન છે. થોડી મિનિટોમાં ઠીક થઈ જશે.


કેટલાક યૂઝર્સ ફેસબુક ડાઉન થતા ગુસ્સે હતા તો કેટલાક યૂઝર્સે મજાક કરતા ટ્વિટર પર પોતાના અંદાજમાં ફેસબુક પર રિએક્શન આપ્યા હતા. કેટલાકે એવું પણ કહ્યું કે ફેસબુક-ઈન્સ્ટા ભલે ડાઉન હોય પરંતુ ટ્વિટર હંમેશા કામ કરે છે.