નવી દિલ્હીઃ શોર્ટ વીડિયો બનાવીને મનોરંજન કરનારા યૂઝર્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. ફેસબુક હવે ટિકટૉક જેવા વીડિયો બનાવવા માટે ખાસ ફિચર લઇને આવી રહ્યું છે. ફેસબુક હાલ પોતાની એપમાં ટિકટૉકની જેમ શોર્ટ વીડિયોના ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. ફેસબુક એપમાં આ માટે એક અલગથી શોર્ટ વીડિયોના નામથી સેક્શન પણ છે. આ ફેસબુક ફિડમાં દેખાય છે.
ખાસ વાત છે કે આમાં ક્રિએટ બટન પણ અવેલેબલ છે. ક્રિએટ બટન પર ક્લિક કરતા જ ફેસબુક એપમાં કેમેરો ઓપન થઇ જાય છે. જેનાથી ટિકટૉકની જેમ વીડિયો શૂટ કરી શકાય છે. આ ઉપરાંત અન્ય યૂઝર્સના શૂટ કરેલા વીડિયોને જોવા માટે ટિકટૉકની જેમ ઉપરની બાજુએ સ્વાઇપ કરવાનુ હોય છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ચીની એપ ટિકટૉક જબરદસ્ત રીતે પૉપ્યુલર થઇ ચૂકી હતી. પરંતુ ચીન સાથે લદ્દાખ સીમા પર થયેલા વિવાદના કારણે ભારત સરકારે તેને ભારતમાં બેન કરી દીધી. ટિકટૉકને ભારતમાં પ્રતિબંધિત કર્યા બાદ તેના ઓપ્શન તરીકે અન્ય એપ્સ માર્કેટમાં આવી, અને હવે આ રેસમાં ફેસબુકે પણ ઝંપલાવ્યુ છે. માનવામાં આવે છે કે ફેસબુક યૂઝર્સને ધ્યાનમાં રાખીને આ ફિચરને લૉન્ચ કર્યુ છે. આ પહેલા ફેસબુકે શોર્ટ વીડિયો એપ લૉન્ચ કરી હતી પરંતુ રિસ્પૉન્સ ના મળતા તેને બંધ કરી દીધી હતી.
હવે ફેસબુકમાં પણ બનાવી શકાશે ટિકટૉક જેવા વીડિયો, કંપનીએ શરૂ કર્યુ આ ખાસ કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2020 11:20 AM (IST)
ફેસબુક હાલ પોતાની એપમાં ટિકટૉકની જેમ શોર્ટ વીડિયોના ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. ફેસબુક એપમાં આ માટે એક અલગથી શોર્ટ વીડિયોના નામથી સેક્શન પણ છે. આ ફેસબુક ફિડમાં દેખાય છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -