નવી દિલ્હીઃ ફેસબુકે આજે બાળકો માટે એક ખાસ એપ લૉન્ચ કરી છે, આ એપનુ નામ ફેસબુક મેસેન્જર કિડ઼સ એપ છે, આને ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવી છે. ફેસબુકે ભારત સહિત બ્રાઝિલ, જાપાન અને ન્યૂઝીલેન્ડ જેવા 70 દેશોમાં આ એપને લૉન્ચ કરી છે.

ફેસબુક વેબસાઇટ પર હેલ્પ પેજ પર બધા દેશોનુ લિસ્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં આ સુવિધા આપવામાં આવી છે. આ એપ એપલ એપ સ્ટૉર, ગૂગલ પ્લે સ્ટૉર અને અમેઝોન એપ સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકાય છે. આની સાથે ફેસબુક મેસેન્જર એપમાં બાળકોના વર્ઝનને બનાવવા માટે બધા ફેરફારો વિશે પણ બતાવવામાં આવ્યુ છે.

મેસેન્જર કિડ઼સ એપને બીજીવાર લૉન્ચ કરવામાં આવી છે, આને 2017માં અમેરિકામાં લૉન્ચ કરવામાં આવી હતી, અને 2018માં કેનેડા અને પેરુ સુધી એક્સપાન્ડ કરવામાં આવી હતી.



હવે ફેસબુક આને નવા માર્કેટમાં લઇને આવી છે, દુનિયાભરના એ બાળકોને મદદ કરવા માટે જેમને કૉવિડ-19 લૉકડાઉનના કારણે પોતાના ઘરોમાં કેદ છે અને કંઇક શીખવા માંગે છે.

ફેસબુક મેસેન્જર કિડ઼સ એપમાં પેરેન્ટ્સ માટે ખાસ ફિચર આપ્યુ છે, જેના દ્વારા તે પોતાના બાળકોના એકાઉન્ટ પર નજર રાખી શકે છે. Supervised Friending નામના આ ફિચર મારફતે માતા-પિતા એ નક્કી કરી શકશે કે તેમના બાળકોના ફ્રેન્ડ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે, કોને રાખવા અને કોને નહીં તે પણ નક્કી કરી શકશે. માતા-પિતા ઉપરાંત ટિચર્સને પણ આ અધિકારો આપી શકાશે.