નવી દિલ્હીઃ લૉકડાઉનની સ્થિતિ ચાલુ છે, ત્યારે લોકો ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટનો ઉપયોગ વધુ કરી રહ્યાં છે. કેટલીક કંપનીઓએ પોતાના બેસ્ટ પ્લાનને માર્કેટમાં ઉતાર્યા છે. જેમાં કેટલાક એવા છે જે 100 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં વધુ ડેટા આપી રહ્યાં છે. આમાં જિઓથી લઇને એરટેલ, વૉડાફોન જેવી કંપનીઓ સામેલ છે.


Airtelનો 100થી પણ ઓછો બેસ્ટ પ્લાન
Airtelની પાસે સૌથી સસ્તો 19 રૂપિયાનો પ્લાન છે, જેમાં કોઇપણ નેટવર્ક માટે અનલિમીટેડ કૉલિંગની સાથે 200MB ડેટા પણ મળે છે. આની વેલિડિટી 2 દિવસની છે. આ ઉપરાંત 79 રૂપિયા વાળો સ્માર્ટ રિચાર્જ છે, ઉપરાંત કંપની 49 રૂપિયાવાળા પ્લાનમાં 38.52 રૂપિયાનો ટૉકટાઇમ મળે છે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આમાં 100MB ડેટા મળે છે.

રિલાયન્સ Jioના 100 રૂપિયાથી ઓછા બેસ્ટ પ્લાન

Jioના 21 રૂપિયાવાળા પ્લાનમાં 2GB ડેટા અને Jioથી નૉન-Jio નેટવર્ક પર કૉલ કરવા માટે 200 મિનીટ્સ મળે છે. આ ઉપરાંત Jioના 51 રૂપિયા વાળા ડેટા વાઉચરમાં 6GB ડેટા અને નૉન Jio કૉલિંગ માટે 500 મિનીટ્સ મળે છે. ઉપરાંત Jioના 75 રૂપિયાવાળા પ્લાનમાં 3GB ડેટા મળે છે. આની વેલિડિટી 28 દિવસની છે. ઉપરાંત દરરોજ 500 SMS ફ્રી મળે છે. આ પ્લાનમાં Jio નેટવર્ક્સ માટે અનલિમીટેડ કૉલિંગ અને અન્ય નેટવર્ક્સ પર કૉલ કરવા માટે આ પ્લાનમાં 500 મિનીટ્સ મળે છે.

Vodafoneના 100 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન

વૉડાફોનના 19 રૂપિયા વાળા પ્લાનમાં ફક્ત 2 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આમાં 200MB ડેટા મળે છે. આ ઉપરાંત આમાં વૉડાફોન પ્લે અને જી5નો પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.