આ બે કંપનીઓ ભેગી થઇને હવે ઘરે ઘરે કરશે દારુની હૉમ ડિલીવરી, આ એપથી આપી શકાશે ઓર્ડર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2020 10:04 AM (IST)
પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોએ કહ્યું છે કે ફ્લિપકાર્ટ દારુની હૉમ ડિલીવરી કરનારી મોબાઇલ એપ હિપબારની સાથે ટેકનોલૉજી સર્વિસ પ્રૉવાઇડર તરીકે જોડાઇ શકે છે
નવી દિલ્હીઃ ભારતમાં દારુની હૉમ ડિલીવરી કરવાની યોજના હવે જલ્દી અમલમાં આવી શકે છે, બે મોટી કંપનીઓએ આ માટે તૈયારીઓ કરી છે. વૉલમાર્ટની ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે દેશના બે રાજ્યોમાં દારુની ઘરે ઘરે હૉમ ડિલીવરી માટે સ્પિરીટ જાયન્ટ ડિયાજિઓની હાસ્સેદારી વાળા એક સ્ટાર્ટઅપની સાથે પાર્ટનરશીપ કરી છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર સરકારી ડૉક્યૂમેન્ટ્સ દ્વારા તેને આ જાણકારી મળી છે. જોકે, થોડાક મહિનાઓ બાદ ઇ-કોમર્સ કંપની અમેઝોન પણ કરવાનો પ્લાન બનાવી રહ્યુ છે. 27 બિલિયન ડૉલરનુ દારુનુ માર્કેટ આઇડબલ્યૂએસઆર ડ્રિન્ક્સ માર્કેટ એનાલિસિસ અનુસાર ભારતમાં દારુનુ માર્કેટ 27.2 બિલિયન ડૉલરનું છે. ફ્લિપકાર્ટ અને અમેઝોને આ મોટા દારુ બજારમાં પોતાનો પગપેસારો કરવા આ નવો પ્લાન લઇને આવ્યુ છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોએ કહ્યું છે કે ફ્લિપકાર્ટ દારુની હૉમ ડિલીવરી કરનારી મોબાઇલ એપ હિપબારની સાથે ટેકનોલૉજી સર્વિસ પ્રૉવાઇડર તરીકે જોડાઇ શકે છે. એજન્સીની પાસે હાલના લેટર અનુસાર ફ્લિપકાર્ટના કસ્ટમર્સને તેના પ્લેટફોર્મ પર હિપબરની એપ્લિકેશન એક્સેસ કરવાની અનુમતી મળશે. આ નવી વ્યવસ્થા અનુસાર ફ્લિપકાર્ટના કસ્ટમર પોતાની પસંદની ટિપલ માટે ઓર્ડર કરી શકશે. હિપબાર રિટેલ શૉપ્સમાંથી આ પ્રૉડક્ટ્સનો કલેક્ટ કરીને કસ્ટમર સુધી પહોંચાડશે. હિપબારમાં ડિયાજિઓ ઇન્ડિયાની 26 ટકા હિસ્સેદારી છે. જોકે, ફ્લિપકાર્ટે આ મામલે હાલ કોઇ ટિપ્પણી નથી કરી.