આ ઓફર્સ છે અવેલેબલ
ફ્લિપકાર્ટના આ બિગ દિવાળી સેલમા ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સને પહેલા સેલનો ફાયદો ઉઠાવવાનો મોકો મળી રહ્યો છે. પ્લસ મેમ્બર્સ માટે આ સેલ કાલ રાતથી 12 વાગ્યાથી શરૂ કરવામાં આવી ચૂક્યો છે. ફ્લિપકાર્ટ અનુસાર, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી અને એક્સિસ બેન્કના કાર્ડથી શૉપિંગ કરવા પર નૉ કૉસ્ટ ઇએમઆઇનો ઓપ્શન મળશે. વળી ડેબિટ કાર્ડ પર પણ ઇએમઆઇનો ઓપ્શન અવેલેબલ હશે.
આના પર મળશે ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ સેલમાં સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. આમાં કસ્ટમર્સ 70,000 રૂપિયા વાળા LG G8X Dual ફોનને 24,990 રૂપિયામાં ખરીદી શકશે. સાથે 27,990 રૂપિયાની કિંમત વાળો Vivo V20ને આ સેલમાં 24,990 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે. વળી Samsung Galaxy F41 ની કિમત 19,999 રૂપિયા છે, પરંતુ તમે આ સેલમામાં આ ફોનને 15,499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. એટલુ જ નહીં સ્માર્ટફોન ઉપરાંત બીજી ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ્સ જેવી કે ટીવી, લેપટૉપ, સ્પિકર્સ, કેમેરા અને હેડફોન્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. તમે આ સેલમાં કિચન એપ્લાયન્સ પણ સસ્તામાં ખરીદી શકો છો.