નવી દિલ્હીઃ દિવાળી આવી રહી છે, આવામાં ફ્લિપકાર્ટ બિગ દિવાળી સેલ પણ 13 નવેમ્બરથી ખતમ થવા જઇ રહ્યો છે. આ સેલમાં સ્માર્ટફોન્સ પર જબરદસ્ત ઓફર મળી રહી છે. આમાં મોટોરોલાના સ્માર્ટફોન પર બેસ્ટ ડીલ મળી રહી છે. આવો જાણીએ કયા ફોન પર શું છે ઓફર, અને કેટલુ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ....


Motorola Razr 5G પર મળી રહી છે આ ઓફર
ફ્લિપકાર્ટના આ બિગ દિવાળી સેલમાં મોટોરોલા Razr પર સારુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર અંદાજે 40,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઓર્ડર કરી શકો છો. આ પછી આ ફોન તમને 1,24,999 રૂપિયાની જગ્યાએ 84,999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે.

Moto G9 પર મળી રહી છે આ ઓફર
ફ્લિપકાર્ટના આ સેલમાં મોટોરોલાના Moto G9 9,999 રૂપિયામાં મળી રહ્યો છે. જોકે આ ફોનની અસલી કિંમત 14,999 રૂપિયા છે. સાથે ફોન પર એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત સ્માર્ટફોન પર મેક્સિમમ 9,400 રૂપિયાનો બેનિફિટ મળી શકે છે.

Motorola Edge+ પર પણ મળી રહી છે છૂટ
આ સેલમાં Motorola Edge+ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ફ્લિપકાર્ટ પર તમે આ ફોનને 64,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનની સાથે ગ્રાહક બેન્ક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બેનિફિટ પણ હાંસલ કરી શકો છો.