નવી દિલ્હીઃ દિવાળી પહેલા તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પોતાની ફેસ્ટિવ સિઝનનો છેલ્લો સેલ લઇને આવી રહી છે, ફ્લિપકાર્ટ પર પણ બિગ દિવાળી સેલ 8 નવેમ્બરથી શરૂ થયો છે. આ સેલ 13 નવેમ્બર સુધી ચાલશે. આ સેલમાં ખાસ કરીને સ્માર્ટફોન સસ્તી કિંમતે અને બિગ ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે. જો તેમે એક સારો ફોન ખરીદવા માંગતા હોય તો આ સેલ તમારા માટે બેસ્ટ બની શકે છે.


કસ્ટમર્સને એક્સિસ બેન્ક, સિટી બેન્ક, આઇસીસીઆઇ બેન્ક, કોટક મહિન્દ્ર બેન્ક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર 10 ટકાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

દિવાળી સેલમાં બજાજ ફિન્સર્વના ગ્રાહકોને નૉ-કોસ્ટ ઇએમઆઇનો બેનિફિટ પણ મળી રહ્યો છે. આ ઉપરાંત કેટલીય મોટી બેન્કો જેવી કે SBI, ICICI બેન્ક, HDFC બેન્ક, Axis બેન્કના ક્રેડિટ કાર્ડ પર પણ નૉ કૉસ્ટ ઇએમઆઇનો બેનિફિટ અવેલેબલ છે.

કયા કયા સ્માર્ટફોન પર છે ઓફર
આ સેલમાં realme narzo 20 Proને 16,999 રૂપિયાની જગ્યાએ 13,999 રૂપિયામાં ખરીદી શકાશે. realme C11ની સેલની કિંમત 8,999 રૂપિયાની જગ્યાએ 6,999 રૂપિયા છે. Oppo F15ને સેલમાં 20,990 રૂપિયાની જગ્યાએ 12,990 રૂપિયામાં ખરીદી શકાય છે. Motorola One Fusion Plusની કિમત 19,999 રૂપિયાની જગ્યા 16,499 રૂપિયા છે. સેલમાં iPhone XRને 47,990 રૂપિયાની જગ્યાએ 38,999 રૂપિયામાં ખરીદી શકાય છે. Redmi Note 8ની સેલમાં કિંમત 12,999 રૂપિયાની જગ્યાએ 11,499 રૂપિયા છે. Oppo A33ને સેલમાં 12,990 રૂપિયાની જગ્યાએ 11,990 રૂપિયામાં ખરીદી શકાય. Mi 10T સીરીઝની સેલમાં કિંમત 39,999 રૂપિયાની જગ્યાએ 35,999 રૂપિયા છે.