નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ બ્લેક ફ્રાઇડે સેલ બાદ હવે ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલની શરૂઆત કરવા જઇ રહી છે. આ સેલ પહેલી ડિસેમ્બરથી શરૂ થઇને ત્રણ ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં તમે પોતાની જરૂરિયાત પ્રમાણેનો દરેક સામાન સસ્તી કિંમતે ખરીદી શકો છો. આ ઉપરાંત લેપટૉપ પર પણ મોટુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો આ સેલમાં શું શું સસ્તી કિંમતે મળી રહ્યું છે.....


આ પ્રૉડક્ટ્સ પર છે બેસ્ટ ડીલ
ફ્લિપસ્ટાર્ટ ડેઝ સેલમાં એક લાખથી વધુ પ્રૉડક્ટ્સ અવેલેબલ છે. આમાં ટીવી, લેપટૉપ્સ જેવી પ્રૉડક્ટ્સ પર સારી ડીલ્સ મળશે. આ ઉપરાંત કપડાં, મેકઅપનો સામાન પણ ઓફર્સમાં સામેલ છે. સાથે બાળકોની આઇટમો તમને બજેટમાં મળી શકશે.

લેપટૉપ પર મળી રહ્યું છે આટલુ બધુ ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટની Flipstart સેલમાં સૌથી વધુ વેચાનારા Laptops પર 30 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલમાં તમને Headphones અને Speakers પર 70 ટકા સુધીની છૂટ મળશે. વળી ટ્રિમર્સને 399 રૂપિયાની શરૂઆતી કિંમતથી ખરીદી શકો છો.

ઘરના સામાનને સસ્તામાં ખરીદો
આ સેલમાં હૉમ ફર્નિશિંગના સામાનને 79 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકો છો. એટલુ જ નહીં કિચનના સામાનને 69 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઓર્ડર કરી શકો છો. સાથે જ તમે હૉમ ડેકૉર રેન્જને 59 રૂપિયામાં શરૂઆતી કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો. આ સેલમાં બાથરૂમના સામાનને પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.