નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામે થોડાક મહિનાઓ પહેલા પ્લેટફોર્મ માટે બે નવા ફિચર્સનો ખુલાસો કર્યો હતો. આ મુખ્ય રીતે બે ક્રિએટર્સના ઉદેશ્યોથી છે જે લાઇવ ફન્ક્શનનો ઉપયોગ કરે છે. ફિચર્સમાંથી એક ક્રિએટરને પોતાના લાઇવ સેશનને 90 દિવસ પહેલા સુધી શિડ્યૂલ કરવાની પરવાનગી આપે છે, અને જ્યારે બઝ ક્રિએટ કરવા માટે પૉસ્ટ અને સ્ટૉરીઝના માધ્યમથી ન્યૂઝ શેર કરે છે. આ ફિચર Instagramને YouTube અને TikTok જેવા લાઇવ બ્રૉડકાસ્ટર ફિચર્સ વાળા અન્ય પ્લેટફોર્મો સાથે એક સમાન લેવલ પર રાખવાની સુવિધા આપે છે. 


“જ્યારે તમારા ફોલોઅર્સ આવે છે તો ગૉઇંગ લાઇવ અલગ હિટ થાય છે. લાઇવ શિડ્યૂલિંગથી તમે પોતાની સ્ટ્રીમને 90 દિવસ પહેલા સુધી શિડ્યૂલ કરી શકો છો અને ફોલોઅર્સ ટ્યૂન કરવા માટે રિમાઇન્ડર સેટ કરી શકો છો." ઇન્સ્ટાગ્રામે અધિકારીક ટ્વીટર હેન્ડલ પર લખ્યું -ઇન્સ્ટાગ્રામ લાઇવ બ્રૉડકાસ્ટને શિડ્યૂલ કરવાની રીત જાણવા માટે તમે આ સ્ટેપને ફોલો કરી શકો છો. 


આ છે શિડ્યૂલ કરવાની પુરેપુરી પ્રૉસેસ - 
સૌથી પહેલા પોતાના એન્ડ્રોઇડ કે આઇઓએસ સ્માર્ટફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
હવે તમારી સ્ક્રીન પર ટૉપ રાઇટ કૉર્નરમા આવી રહેલા + ના આઇકૉન પર ટેપ કરો. 
હવે સ્ક્રીનને લેફ્ટબારમાં આવી રહેલા કેલેન્ડર આઇકૉન પર ટેપ કરો. 
હવે વીડિયો ટાઇટલ પર ટેપ કરો અને પોતાના ઇન્સ્ટાગ્રામ લાઇવ માટે ટાઇટલ એડ કરો. 
ટાઇટલની ઠીક નીચે તમને સ્ટાર્ટ ટાઇમનુ ઓપ્શન મળશે. હવે ટાઇમ સિલેક્ટ કરવા માટે તેના પર ટેપ કરો. હવે તે ટાઇમ સિલેક્ટ કરો. જે સમયે તમે તમારુ ઇન્સ્ટાગ્રામ લાઇવ શિડ્યૂલ કરવા માંગો છો. તમે લાઇવ શિડ્યૂલ કરવા માટે ત્રણ મહિના અને એક કલાકની વચ્ચેનો સમય પસંદ કરી શકો છો. 
હવે ડન બટન ટેપ કરો.
હવે પેજના બૉટમમાં આવી રહેલા શિડ્યૂલ લાઇવ વીડિયો ઓપ્શન પર ટેપ કરો.
કંપનીએ 'પ્રેક્ટિસ મૉડ' નામનુ એક ફિચર પણ રૉલઆઉટ કર્યુ છે. નવુ ફિચર ક્રિએટર્સને લાઇવ થતા પહેલા ગેસ્ટ સાથે જોડવા અને વાત કરવાની સુવિધા આપે છે. આ ટૂલથી, ક્રિએટર્સ બ્રૉડકાસ્ટ શરૂ કરતા પહેલા વીડિયોની ક્વૉલિટી અને ઓડિયો લેવલ પણ ચેક કરી શકો છો.