ટેલીકોમ કંપનીઓ યૂઝર્સને ઈન્ટરનેટના વધતા ઉપયોગને જોતા શાનદાર પ્લાન લઈને આવી રહી છે. ટેલીકોમ માર્કેટમાં પ્રીપેડ પ્લાનની જેમ જ બ્રોડબેન્ડ પ્લાનની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી રહી છે. Jio, BSNL અને Airtel ના ઘણા બ્રોડબેન્ડ પ્લાન માર્કેટમાં છે. આ તમામ પ્લાનમાં તમને હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. એવામાં જો તમે કોઈ સારો અને સસ્તો બ્રોડબેન્ડ પ્લાન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો અમે તમને જિયો, બીએસએનએલ અને એરટેલના 500 રુપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનની યાદી જણાવી રહ્યા છીએ. આવો જાણીએ.
BSNL નો 449 વાળો બ્રોડબેન્ડ પ્લાન- ફાઈબર બેસિક ડેટા પ્લાન ખૂબ સારો છે. આ પ્લાનમાં તમને 30Mbps ની સ્પીડથી 3300GB ડેટા મળશે. જો યૂઝર્સ સમય પહેલા ડેટા પૂર્ણ કરે છે તો તેમના પ્લાનની સ્પીડ ઓછી કરી 2Mbps કરી દેવામાં આવશે. આ સિવાય યૂઝર્સનો આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
Airtel નો 499 વાળો બ્રોડબેન્ડ પ્લાન - Airtel નો પોર્ટફોલિયોમાં આ ખૂબ જ સસ્તો બ્રોડબેન્ડ પ્લાન છે. તમને આ પ્લાનમાં 40mbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. બીજા ફાયદાની વાત કરવામાં આવે તો કંપની તમને એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિક જેવા પ્રીમિયમ એપની સબ્સક્રિપ્શન ફ્રીમાં આપે છે.
Jio નો 399 વાળો બ્રોડબેન્ડ પ્લાન- Jio નો આ સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન છે. તમને આ પ્લાનમાં 10mbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળશે. સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. પરંતુ કંપની આ પ્લાનમાં તમને પ્રીમિયમ ઓટીટી એપ સબ્સસ્ક્રિપ્શન નથી આપી રહી.