Gmail લાવી રહ્યું છે એક યુનિક ફીચર, હવે ડાઉનલોડ કર્યા વગર મોકલી શકશો અટેચમેન્ટ
abpasmita.in | 01 Jan 2020 10:47 PM (IST)
હાલ યુઝર્સે અટેચમેન્ટવાળા ઈમેલને ફૉરવર્ડ કરવા માટે પહેલા તેને ડાઉનલોડ કરવું પડે છે અને બાદમાં અટેચમેન્ટને એક એક કરીને જોડવું પડે છે.
નવી દિલ્હી: ગૂગલ કંપનીની ઈમેલ સર્વિસ Gmail પોતાના ગ્રાહકો માટે એક યૂનિક ફીચર લાવી રહ્યું છે. જીમેલ એટેચમેન્ટને ડાઉનલોડ કર્યા વગર જ તેને મોકલવાની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. હવે યૂઝર્સને ઈમેલ ફૉરવર્ડ કરવા માટે પહેલા એટેચમેન્ટ ફાઈલને ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. ગૂગલ કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં આ જાણકારી આપી છે. ગૂગલ હવે Gmailમાં ઈમેલ્સને અટેચમેન્ટ તરીકે ફૉરવર્ડ કરવાની સુવિધા આપી રહ્યું છે. હાલ યુઝર્સે અટેચમેન્ટવાળા ઈમેલને ફૉરવર્ડ કરવા માટે પહેલા તેને ડાઉનલોડ કરવું પડે છે અને બાદમાં અટેચમેન્ટને એક એક કરીને જોડવું પડે છે. નવા ફીચરમાં તમે અટેચમેન્ટ ડાઉનલોડ કર્યા વગર ડાયરેક્ટ કોઈને પણ ઈ-મેલ ફોરવર્ડ કરી શકશો. આ સુવિધા શરૂ થશે ત્યારે થ્રી-ડૉટ મેનુમાં એક નવું ‘ફૉરવર્ડ એઝ અટેચમેન્ટ’ વિકલ્પ આપવામાં આવશે. આ સુવિધા આવતા મહિનામાં શરૂ થાય તેવી સંભાવના છે. Samsung આ વર્ષે લૉન્ચ કરશે બેઝલ વિનાનુ 'TV', જાણો કેટલા ઇંચનું હશે ને શું છે ખાસિયતો