Airtel 5G Unlimited Data Offer: ભારતી એરટેલે પોતાના પ્રીપેડ અને પૉસ્ટપેડ યૂઝર્સને અનલિમીટેડ 5G ડેટા ઓફર કરી રહી છે. ટેલિકૉમ ઓપરેટરે તાજેતરમાં જ આ એનાઉન્સમેન્ટ કર્યુ છે કે જે લોકો એરટેલ 5G પ્લસ કવરેજ એરિયામાં રહે છે, તેઓ અનલિમીટેડ 5G ડેટાનો લાભ ફ્રીમાં ઉઠાવી શકે છે. એરટેલે આ પગલુ ઠીક જિઓની જેમ જ ભર્યુ છે. રિલાયન્સ જિઓએ જ્યારે દેશમાં 4G નેટવર્કની શરૂઆત કરી હતી,તો કંપનીએ ત્યારે લોકોને ફ્રી 4G ડેટા ઓફર કર્યો હતો. ઠીક આવી જ રીતે હવે ભારતી એરટેલે લોકોને પોતાની તરફ આકર્ષવા માટે કર્યુ છે.
કયા લોકોને મળશે ફાયદો -
એરટેલની આ અનલિમીટેડ ઓફરનો લાભ લેવા માટે એ જરૂરી છે કે તમારી પાસે 5G સ્માર્ટફોન હોય, અને તમારા એરિયામાં 5G પ્લસ નેટવર્ક ચાલતુ હોય. આ ઓફરનો લાભ લેવા માટે તમારે એરટેલ થેન્ક્સ એપમાં જઇને અનલિમીટેડ 5G ડેટા ઓફરને ક્લેમ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, 5G નેટવર્ક દેશના 270 થી વધુ શહેરોમાં હવે ઉપબલ્ધ છે. ધ્યાન આપો, અનલિમીટેડ 5G ડેટા તે યૂઝર્સને જ મળશે જે પહેલાથી 239 રૂપિયા કે તેનાથી વધુનો મન્થલી પ્લાન યૂઝ કરી રહ્યાં છે.
પરંતુ આ છે શરત....
કંપનીની આ ઓફરની સાથે સૌથી મોટો કેચ એ છે કે તમે અનલિમીટેડ 5G ડેટાનો ઉપયોગ માત્ર સ્માર્ટફોન પર જ કરી શકશો, એટલે કે આ ડેટાને હૉટસ્પૉટ દ્વારા લેપટૉપ, પીસી, અને ટેબલેટ પર યૂઝ નહીં કરી શકો. ઉલ્લેખનીય છે કે, 4G ની સરખામણીમાં 5G નેટવર્ક પર ગ્રાહકોને 30 થી 40 ટકા બેસ્ટ ઇન્ટરનેટ સ્પીડ અને કૉલિંગ એક્સપીરિયન્સ મળે છે.
ફોનમાં આ રીતે એક્ટિવેટ કરો એરટેલ 5G -
ફોનમા એરટેલ 5G નેટવર્કને એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા સેટિંગમાં જાઓ અને પછી મોબાઇલ એન્ડ નેટવર્ક ઓપ્શનને પસંદ કરો. હવે પ્રીફર્ડ નેટવર્ક પર ક્લિક કરો અને અહીં 5G ઓપ્શન પર ક્લિક કરો. આ ઓપ્શન તમને ત્યારે દેખાશે જ્યારે તમારો ફોન 5G સ્માર્ટફોન હશે અને તમારા એરિયામાં 5G નેટવર્ક અવેલેબલ હશે.