નવી દિલ્હીઃ દુનિયાભરમાં આગાવી ઓળખ બનાવી ચૂકેલુ સર્ચ એન્જિન ગૂગલ આજે પોતાનો 22મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે પોતાના ખાસ અંદાજમાં એક ડૂડલ બનાવ્યુ છે. ડૂડલને ગૂગલના તમામ આલ્ફાબેટને દર્શાવ્યા છે, જેમાં ગૂગલના પહેલા અક્ષરને એક લેપટૉપ સ્ક્રીનની સામે બતાવ્યો છે, તો વળી બાકીના પાંચ આલ્ફાબેટને એક ફ્રેમમાં બતાવવામાં આવ્યા છે.

સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના વર્ષ 1998માં થઇ હતી, આની સ્થાપના કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે પીએચડી વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગી બ્રિને કરી હતી. લેરી પેજ અને સર્ગી બ્રિને ગૂગલને ઓફિશિયલ લૉન્ચ કરતા પહેલા આનુ નામ 'Backrub' રાખ્યુ હતુ. સમયની સાથે બાદમાં આનુ નામ ગૂગલ પડ્યુ જેને હવે આખી દુનિયા આ જ નામથી ઓળખે છે. આને દુનિયાભરમાં દરેક પ્રકારની જાણકારીને શેર કરવા માટે બનાવવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતી સમયમાં ગૂગલનો જન્મદિવસ અલગ અલગ તારીખો પર મનાવવામાં આવ્યો હતો. ગૂગલ પોતાનો જન્મદિવસ વર્ષ 2005 સુધી 7 સપ્ટેમ્બરને મનાવતુ રહ્યુ છે. ત્યારબાદ ગૂગલનો જન્મદિવસ 8 સપ્ટેમ્બર અને 26 સપ્ટેમ્બરે પણ મનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ ગૂગલે પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરે મનાવવાનુ શરૂ કર્યુ છે.

આજના સમયમાં ગૂગલ દુનિયાભરમાં ખાસ પ્રસંગને ડુડલ દ્વારા સેલિબ્રિટ કરે છે વર્ષ 1998થી જ ગૂગલે પોતાનુ ડુડલ બનાવવાની શરૂઆક કરી દીધી હતી ગૂગલે પહેલુ ડૂડલ બર્નિંગ મેન ફેસ્ટિવલના સન્માનમાં બનાવ્યુ હતુ. ગૂગલ દુનિયાભરમાં 100થી વધુ ભાષાઓમાં કામ કરી રહ્યું છે. Alphabet Inc, ગગૂલની પેરન્ટ કંપની છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ