નવી દિલ્હીઃ લાંબી રાહ જોવડાવ્યા બાદ ટેક દિગ્ગજ ગૂગલે માર્કેટમાં પોતાનો દમદાર સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. ગૂગલે સોમવારે પોતાનો ગૂગલ Pixel 4a ફોન લૉન્ચ કરી દીધો છે, આ ફોનને કંપનીએ બે વેરિએન્ટમાં અવેલેબલ કરાવ્યો છે. ફોનમાં કંપનીએ કેટલાક દમદાર ફિચર્સ આપ્યા છે.


ગૂગલ Pixel 4a સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ, આનુ પહેલુ વેરિએન્ટ 4G છે, જેની કિંમત 349 ડૉલર (લગભગ 26,250 રૂપિયા) છે, અને બીજુ વેરિએન્ટ 5G છે, જેની શરૂઆતી કિંમત 499 ડૉલર (લગભગ 37,534) છે. ભારતમાં આ સ્માર્ટફોન ઓક્ટોબરથી મળવાનો શરૂ થઇ જશે. માર્કેટમાં આ ફોનની ટક્કર OnePlus Nord, Samsung Galaxy A51 અને Samsung Galaxy A71ની સાથે થશે.



ફિચર્સની વાત કરીએ તો......
ગૂગલ Pixel 4a સ્માર્ટફોનમાં 5.8 ઇંચની OLED ડિસ્પ્લે છે, ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730G ચિપસેટ, 6GB રેમ અને 128GB સ્ટૉરેજ સ્પેસ છે. આમાં 12.2-મેગાપિક્સલ કેમેરા અને 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. સાથે જ આમાં રિયર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર ફાસ્ટ ચાર્જિંગ ટેકનિકની સાથે 3,140mAhની બેટરી છે.

આ ગૂગલનો પહેલો 5G સ્માર્ટફોન છે, આનુ 5G વેરિએન્ટ યુએસ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, આયરલેન્ડ, ફ્રાન્સ, જર્મની, જાપાન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં મળશે. અમેરિકામાં આની પ્રી-ઓર્ડર બુકિંગ શરૂ છે. Google Pixel 4aનું 4G વેરિએન્ટ ભારતમાં ઓક્ટોબર 2020 માં મળશે. ભારતમાં આને Flipkart પર વેચવામાં આવશે.