Google Maps:  ટેક જાયન્ટ ગૂગલે ગુરુવારે તેના ડિજિટલ મેપ પ્લેટફોર્મ ગૂગલ મેપ્સમાં મોટા પાયે ફેરફારની જાહેરાત કરી હતી.  જેમાં કહેવામાં આવ્યું કે આ સેવા હવે લોકોને તેમની ટ્રિપ્સનું આયોજન કરવામાં અને ત્યાં પહોંચવા માટે વધુ સારી રીતો પ્રદાન કરવા માટે AI નો વધુ ઉપયોગ કરશે. ગૂગલની જેમિની ટેકનોલોજી દ્વારા સંચાલિત આ ફેરફાર, મેપ્સમાં બે નવી AI-આધારિત સુવિધાઓ ઉમેરશે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો આ સેવાનો ઉપયોગ કરે છે.

ગૂગલ મેપ્સમાં બે નવી સુવિધાઓ સામેલ

પ્રથમ સુવિધા, "Ask Maps" છે, જે વપરાશકર્તાઓને વાતચીતના અંદાજમાં સૂચનો આપશે. તે વપરાશકર્તાઓને નજીકના મોબાઇલ ચાર્જિંગ સ્ટેશન, ઓછી ભીડવાળા કાફે અથવા મલ્ટી-સ્ટોપ રોડ ટ્રિપ માટે વિગતવાર પ્રવાસ કાર્યક્રમ જેવી માહિતી માંગવાની મંજૂરી આપશે. કંપનીએ જણાવ્યું હતું કે જેમિનીના સૂચનો 30 કરોડથી વધુ સ્થળોના ડેટાબેઝ અને 50 કરોડથી વધુ વપરાશકર્તાઓની સમીક્ષાઓ પર આધારિત હશે. "Ask Maps" સુવિધા શરૂઆતમાં યુએસ અને ભારતમાં iPhone અને Android વપરાશકર્તાઓ માટે Google Maps મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે. પછીથી તે કમ્પ્યુટર સાઇટ અને અન્ય દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે.      

Continues below advertisement
Continues below advertisement

ઇમર્સિવ નેવિગેશનની મદદથી મળશે 3D વ્યૂ

બીજી નવી સુવિધા "ઇમર્સિવ નેવિગેશન" છે, જેને ગૂગલ મેપ્સના ડ્રાઇવિંગ દિશા નિર્દેશોમાં સૌથી મોટો ફેરફાર તરીકે વર્ણવે છે. આ સુવિધા વપરાશકર્તાઓને 3- ડાઈમેન્શિયલ વ્યૂ  દ્વારા રૂટની વધુ સારી સમજ પ્રદાન કરશે. જેમિની દ્વારા બનાવવામાં આવેલ 3D વ્યૂ, પ્રમુખ ઇમારતો, રોડ ડિવાઇડર અને આસપાસના ભૂપ્રદેશને પણ બતાવશે, જેનાથી ડ્રાઇવરો માટે નેવિગેટ કરવાનું સરળ બનશે. આ સુવિધા એક જ ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વિવિધ રૂટના ફાયદા અને ગેરફાયદાને પણ પ્રકાશિત કરશે.            

આ સુવિધા ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા પછી યોગ્ય પાર્કિંગ સ્થાનો વિશે પણ માહિતી પ્રદાન કરશે. ગૂગલે જણાવ્યું હતું કે તેનું AI સુરક્ષા માળખું એટલું મજબૂત બની ગયું છે કે જેમિની ટેકનોલોજી હવે ખોટા અથવા અસ્તિત્વમાં ન હોય તેવા સ્થાનો બતાવવા જેવી સમસ્યાઓને અટકાવી શકે છે. નવી AI-આધારિત માર્ગદર્શન સુવિધા હાલમાં યુએસમાં ગૂગલ મેપ્સ મોબાઇલ એપ્લિકેશન અને કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોથી સજ્જ વાહનો દ્વારા ઉપલબ્ધ થશે.