1 ઓગષ્ટથી બદલાઈ જશે Google Maps ના આ નિયમ, જાણો તમારા પર કેટલી થશે અસર? 

ગૂગલ મેપે ભારતમાં તેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે આગામી મહિને 1 ઓગસ્ટ, 2024થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. કંપનીએ ભારતમાં ચાર્જીસમાં પણ 70 ટકાનો ઘટાડો કર્યો છે.

Continues below advertisement

Google Maps: ગૂગલ મેપે ભારતમાં તેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે આગામી મહિને 1 ઓગસ્ટ, 2024થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. કંપનીએ ભારતમાં ચાર્જીસમાં પણ 70 ટકાનો ઘટાડો કર્યો છે. આ સિવાય હવે ગૂગલ મેપ તેની સર્વિસના બદલામાં ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પૈસા લેશે. ગૂગલ મેપે તેના નિયમોમાં એવા સમયે ફેરફાર કર્યા છે જ્યારે ઓલાએ માર્કેટમાં પોતાની નેવિગેશન એપ લોન્ચ કરી છે.

Continues below advertisement

તે સામાન્ય વપરાશકર્તાઓને કેવી રીતે અસર કરશે ?

આ સમાચાર વાંચ્યા પછી સામાન્ય યૂઝર્સના મનમાં પ્રશ્ન હશે કે શું હવે તેમને ગૂગલ મેપનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે ? તેની ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય વપરાશકર્તાઓને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. ખરેખર, ગૂગલ મેપ સામાન્ય લોકોને ફ્રી સર્વિસ આપે છે. પરંતુ જે કંપની તેના બિઝનેસમાં ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. તેમણે સેવાના બદલામાં ગૂગલ મેપને ચાર્જ ચૂકવવો પડશે. ગૂગલ મેપે આમાં ફેરફાર કરીને ચાર્જમાં ઘટાડો કર્યો છે. આ સાથે ગૂગલ હવે નેવિગેશન સર્વિસ માટે ડોલરની જગ્યાએ ભારતીય રૂપિયામાં પેમેન્ટ લેશે.

અગાઉ ભારતમાં ગૂગલ મેપ નેવિગેશન સેવા આપવા માટે 4 થી 5 ડોલરની માસિક ફી લેવામાં આવતી હતી. પરંતુ નિયમોમાં ફેરફાર બાદ તેને 0.38 (રૂ. 31) થી ઘટાડીને 1.50 ડોલર (રૂ. 125) કરી દેવામાં આવ્યો છે. જ્યાં એક તરફ ગૂગલ પોતાની સર્વિસ માટે પૈસા લે છે. તો નવા નેવિગેશન માર્કેટમાં આવી ગયેલી ઓલા મેપની સર્વિસનો ફ્રીમાં ઉપયોગ કરી શકાશે.

ભાવિશ અગ્રવાલે ગૂગલના નવા નિયમોની ટીકા કરી છે

ઓલાની એઆઈ કંપની ક્રુટ્રિમ ( Krutrim) એ થોડા સમય પહેલા જ  "મેડ ફોર ઈન્ડિયા" અને "પ્રાઈસ્ડ ફોર ઈન્ડિયા" નામની યોજના શરૂ કરી છે. આમાં, ઓલા મેપ્સ માટે એક નવો રોડમેપ અને કિંમત સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. આ સ્કીમ ગૂગલ મેપ્સ સાથે સીધી સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવી છે. ઓલાના CEO ભાવિશ અગ્રવાલે LinkedIn પર પોસ્ટ કરીને કહ્યું, 'Google એ ફેરફારો કરવામાં ઘણો વિલંબ કર્યો છે. તેણે કહ્યું કે કિંમતમાં ઘટાડો, ભારતીય રૂપિયામાં પેમેન્ટ... આ તમારો ખોટો દેખાડો છે, જેની જરૂર નથી.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial               

Continues below advertisement
Sponsored Links by Taboola