આ ફિચર એક સોશ્યલ મીડિયા જેવુ ફિચર છે, જેના પર તમે મનગમતા લોકોને ફોલો કરી શકો છે. ગૂગલના આ ફિચરથી અંદાજ લગાવી શકાય છે કે ગૂગલ મેપ હવે પુરેપુરુ સોશ્યલ મીડિયા બનવા જઇ રહ્યુ છે. આ ફિચર કેટલુ સક્સેસ થશે તે આગામી દિવસોમાં ખબર પડશે.
ખાસ વાત છે કે આ ફિચર હાલ ટેસ્ટ માટે અવેલેબલ છે. ગૂગલ મેપના આ ફિચરને ટેસ્ટ માટે દુનિયાભરના નવ શહેરોમાં લાગુ કરવામાં આવી રહ્યુ છે. જે શહેરોમાં તમે આ ફિચરનો ટેસ્ટ કરી શકો છો, તેમાં દિલ્હી, લંડન, ન્યૂયોર્ક સિટી, મેક્સિકો સિટી, બેન્કૉક, ટૉક્યો, ઓસાકા, સાન ફ્રાન્સિસ્કો અને સાઓ પાલોઓ સામેલ છે.
ગૂગલ મેપ આ ફિચરની મદદથી ટૂરિસ્ટોને ફાયદો કરાવશે, જે ખાસ કરીને હરવા-ફરવા માટે લૉકલ ગાઇડ પાસેથી સલાહ લે છે, તે આ ફિચરની મદદથી આસાન થઇ જશે.