નોંધનીય છે કે ગૂગલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આગામી એન્ડ્રોઇડ વર્ઝનમાં ફક્ત એન્ડ્રોઇડ 10 કહેવાશે. આ વર્ઝનથી ગૂગલ પે એપમાં યુઝર્સને ડાર્ક મોડ મળવાનું શરૂ કરી દેશે. ગૂગલ પે એપ ભારતમાં ખૂબ જાણીતી છે અને તેને સામાન્ય રીતે લોકો પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે.
એન્ડ્રોઇડ પોલીસના એક રિપોર્ટ અનુસાર, ગૂગલ પેના વર્ઝન 2.96.264233179માં ડાર્ક મોડ આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે લેટેસ્ટ વર્ઝનથી અપડેટ થયા બાદ તમારા ગૂગલ પેમાં આવશે. ખાસ વાત એ છે કે જેવી ફોનની બેટરી લો થઇ જશે ગૂગલ પે પોતાની રીતે જ ડાર્ક મોડમાં ચાલ્યો જશે જેથી બેટરીની બચત થઇ શકે.
ડાર્ક મોડ ઘણા સમયથી ખૂબ જાણીતું થયું છે. ટ્વિટર, ફેસબુક મેસેન્જરમાં ડાર્ક મોડ અગાઉથી જ છે અને હવે ધીરે ધીરે સ્માર્ટફોન કંપનીઓ પોતાના યુઝર્સ ઇન્ટરફેસમાં પણ ડાર્ક મોડ આપી રહી છે. વાસ્તવમાં આ મોડ લોકોને એટલા માટે પસંદ છે કારણ કે એપ યુઝ કરવાથી આંખો પર રોશની પડતી નથી. આ સાથે જ બેટરી પણ બચે છે. જો OLED સ્ક્રીનવાળો સ્માર્ટફોન હોય તો તેના અનેક ફાયદા છે. ગૂગલ પેમાં આપનાર ડાર્ક મોડ પુરી રીતે બ્લેક નહી હોય. આ ડીપ ગ્રે થીમ પર આધારિત છે. પરંતુ તમને કલર્સથી પરેશાની નહી થાય.