Tech News: ગૂગલે તાજેતરમાં ભારત સહિત વૈશ્વિક બજારમાં તેની પિક્સેલ 10 સિરીઝ લોન્ચ કરી છે. ગૂગલે આ ફોનમાં એક ઉપયોગી ફીચર આપ્યું છે. યુઝર્સ નેટવર્ક વગર પણ વોટ્સએપ દ્વારા ઓડિયો-વીડિયો કોલિંગ કરી શકશે. ગુગલની આ નવી સીરીઝ 28 ઓગસ્ટથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપનીએ દાવો કર્યો છે કે આ પહેલી સ્માર્ટફોન સીરીઝ છે જે નેટવર્ક વગર પણ વોટ્સએપ કોલિંગ ફીચર સાથે આવશે.

નેટવર્ક વગર ઓડિયો-વીડિયો કોલ

ગુગલે તેની X પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં લોન્ચ થયેલી પિક્સેલ 10 સીરીઝમાં, યુઝર્સને ટૂંક સમયમાં વોટ્સએપ દ્વારા વોઇસ અને વિડિયો કોલિંગ ફીચર મળશે. યુઝર્સ સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે વોટ્સએપ પર આ ફીચરનો લાભ લઈ શકશે. આ ફીચર ઈમરજન્સી દરમિયાન યુઝર્સ માટે વરદાન સાબિત થશે. જો ફોનમાં નેટવર્ક કે વાઈ-ફાઈ કનેક્ટિવિટી ન હોય તો પણ તેઓ સેટેલાઇટ દ્વારા વોટ્સએપ ઓડિયો અને વિડિયો કોલિંગ કરી શકશે.

 

કંપનીએ તેની X પોસ્ટમાં જણાવ્યું હતું કે 28 ઓગસ્ટથી યુઝર્સને પિક્સેલ 10 સીરીઝમાં આ ફીચર મળવાનું શરૂ થશે. ગૂગલે પોતાની પોસ્ટમાં એક ટીઝર બતાવ્યું છે, જેમાં જોઈ શકાય છે કે સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે ઓડિયો-વિડિયો કોલિંગ કરી શકાય છે. જો કે, આ સુવિધા ફક્ત સેટેલાઇટ કનેક્ટિવિટી ધરાવતા ટેલિકોમ ઓપરેટરોના નેટવર્ક પર જ ઉપલબ્ધ રહેશે. ભારતમાં વપરાશકર્તાઓએ આ સુવિધા માટે રાહ જોવી પડી શકે છે. ભારતમાં હજુ સુધી સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી નથી. જોકે, BSNL એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેટેલાઇટ સેવા વિશે ટીઝ કર્યું છે.

વિશ્વનો પહેલો ફોનગુગલે દાવો કર્યો છે કે Pixel 10 સિરીઝ વિશ્વનો પહેલો ફોન હશે જેમાં સેટેલાઇટ દ્વારા WhatsApp ઓડિયો અને વિડિયો કોલિંગ સુવિધા મેળવી શકાય છે. જો કે, કંપનીએ જણાવ્યું નથી કે આ ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરશે? હાલમાં, સેટેલાઇટ સેવા દ્વારા, વપરાશકર્તાઓ નેટવર્ક વિનાના વિસ્તારોમાં ઓડિયો કોલિંગ અને SMS જેવી સુવિધાઓ મેળવી શકે છે. વપરાશકર્તાઓને સેટેલાઇટ કનેક્ટિવિટીવાળા સુસંગત સ્માર્ટફોનમાં આ પ્રકારની સુવિધા મળે છે. જો કે, આ સેવા તે દેશોમાં પણ ઉપલબ્ધ છે જ્યાં સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે.